સમાજવાદી પાર્ટી નેતા આઝમ ખાન 27 મહિનાઓ બાદ જેલમાંથી મૂક્ત થયા
- સમાજવાદી પાર્ટી નેતા આઝમ ખાન જેલમાંથી આવ્યા બહાર
- 27 મહિનાઓ બાદ જેલમાંથી મૂક્ત થયા
લખનૌ- સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા અને રામપુરના ધારાસભ્ય આઝમ ખાનને આખરે ગઈકાલે જ જામીન મળી ગયા હતા. દેશની સર્વોચ્ચ અદાલતમાંથી રાહત મળ્યા બાદ આઝમ ખાન 27 મહિના બાદ જેલમાંથી બહાર આવશે.છેલ્લા ઘણા મહિનાઓથી જેલમાં બંધ સપાના નેતા છેવટે જેલની બહાર આવી ગયા છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ પણ સપા નેતા આઝમ ખાન ગુરુવારે જેલમાંથી મુક્ત થઈ શક્યા ન હતા. તેમની મુક્તિનું ફરમાન જિલ્લા જેલ સુધી પહોંચી શક્યું ન હતું.ત્યારે હવે આજરોજ આઝમ ખાન સવારે 8 વાગ્યા પછી જેલમાંથી મુક્ત થયા હતા.
તેઓ જેલમાંથી બહાર આવે તે પહેલા પુત્ર અબ્દુલ્લા, અદીબ આઝમ અને શિવપાલ સિંહ યાદવ સીતાપુર જેલની બહા તેમના સ્વાગત માટે પહોંચી ગયા હતા,આ સાથે જ કેટચલાક તેમના સમર્થકોની ભીજ પણ જેલની બહાર જોવા મળી હતી.
આઝમ ખાન જેલમાંથી મુક્ત થયા બાદ પહેલા સપાના પૂર્વ ધારાસભ્ય અનૂપ ગુપ્તાના ઘરે જશે તેવી અટકળો પહેલાથી જ ચાલી રહી હતી. આઝમની મુક્તિ પછી પણ એવું જ થયું. જેલમાંથી છૂટ્યા બાદ તે ત્યાં પહોંચનાર પ્રથમ વ્યક્તિ હતો. કહેવાય છે કે આ ધારાસભ્ય આઝમના સુખ-દુઃખના સાથી રહ્યા છે.
આ પ્આરથમ વખત નથી આ પહેલા પણ આઝમ ખાન મહિનાઓ જેલમાં રહી આવી રહ્યા છે. ઈમરજન્સી દરમિયાન પણ તેઓ જેલમાં હતા. 1975માં ઈન્દિરા ગાંધી દ્વારા દેશમાં લાદવામાં આવેલી ઈમરજન્સીનો વિરોધ કરવા બદલ આઝમ ખાને જેલની હવા ખાવી પડી હતી.