દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,323 નવા કેસ નોંધાયા – એક્ટિવ કેસ 15 હજારથી વધુ
- છેલ્લા 24 કલાકમાં 2,323 નવા કેસ નોંધાયા
- એક્ટિવ કેસની સંખ્યા 14 હજાર 996
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ સામે આવી રહી છે,જો કે દૈનિક કેસોની વાત કરીએ તો તે 2 હજારને પાર જ છે તેમાં કોી મોટો ઘટાડો આવ્યો નથી જો કે સાજા થનારા દર્દીઓની સંખ્યા નવા નોંધાતા કેસ બરાબર છે, તે એક સારી બબાત કહી શકાય
જો છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા નોંધાયેલા કેસોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 2 હજાર 323 કેસ નોંધાયા છે..આજના દૈનિક કેસો ગઈકાલના કેસ કરતાં થોડા વધારો જોવા મળ્યો છે કારણ કે ગઈકાલે એક દિવસમાં 2 હજાર 259 નવા કેસ નોંધાયા હતા. તાજેતરના આંકડાઓ અનુસાર, કોરોનાના કુલ સક્રિય કેસ 15 હજારની આસપાસ જોવા મળી રહ્યા છે.
આ સાથે જ 24 કલાક દરમિયાન 25 દર્દીઓના મોત થયા છે, જેમાંથી કેરળમાં બેકલોગ મૃત્યુ તરીકે 23 મૃત્યુ ઉમેરાયા હતા.ભારતમાં સક્રિય કેસના દરની જો વાત કરવામાં આવે તો હાલમાં 0.03 ટકા જોવા મળે છે. સક્રિય કેસની કુલ સંખ્યા 14 હજાર 996 છે.
આ સાથે જ સાજા થવાના દરની વાત કરીએ તો તે દર 98.75 ટકા જોવા મળે છે.આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 2 હજાર 346 લોકો કોરોના સંક્રમણથી સાજા થયા છે. આ સાથે જ દૈનિક હકારાત્મકતા દર 0.47 ટકા પર છે