નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસિન મલિકની સુરક્ષા એજન્સીએ આતંકવાદી પ્રવૃતિ અને ટેરરિસ્ટ ફંડીંગના કેસમાં ધરપકડ કરી હતી. આ કેસમાં દિલ્હીની વિશેષ અદાલતે સુનાવણીના અંતે આજીવન કેદની સજાનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત રૂ. 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. યાસિન મલિકની સજાના ચુકાદાને પગલે દિલ્હીની વિશેષ અદાલતમાં ચુસ્ત પોલીસ તૈનાત કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર આતંકવાદી પ્રવૃતિ અને ટેરર ફંડના કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએ જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકની ઘરપકડ કરી હતી. કોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન મલિકે તમામ ગુનાની કબુલાત કરી હતી. કોર્ટની સુનાવણી પૂર્ણ થતા તા. 19મી મેના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસમાં એનઆઈએએ યાસિન મલિકને મોતની સજા ફટકારવાની માંગણી કરી હતી.
સંગઠન જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના વડા યાસીન મલિક સામે આતંકવાદી કૃત્ય, આતંકવાદી કૃથ્યો આચરવા ભંડોળ એકત્ર કરવુ, આતંકવાદી પ્રવૃતિ માટે કાવતરુ રચવુ, આતંકવાદી સંગઠનના સભ્ય હોવા તથા રાજદ્રોહ સહિતની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. કોર્ટે અગાઉ ફારૂક અહેમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટે, શબીર શાહ, મસરત આલમ, મોહમ્મદ યુસુફ શાહ, આફતાબ અહેમદ શાહ, અલ્તાફ અહેમદ શાહ, નઈમ ખાન, મોહમ્મદ અકબર ખાંડે, રાજા મેહરાજુદ્દીન કલવાલ, બશીર અહેમદ ભટ, ઝહૂર અહેમદ શાહ વટાલી, અલતાફ અહમદ શાહ, નઈમ ખાન, બશીર અહમદ ભટ, અલતાફ અહેમદ શાહ, નઈમ ખાન, રાજા મેહરાજુદ્દીન કલવાલ, બશીર અહેમદ ભટ અને ઝહુર અહેમદ શાહને દોષિત ઠેરવ્યા હતા. શબ્બીર અહેમદ શાહ, અબ્દુલ રશીદ શેખ અને નવલ કિશોર કપૂર સહિતના કાશ્મીરી અલગતાવાદી નેતાઓ સામે ઔપચારિક રીતે આરોપો ઘડવામાં આવ્યા હતા.
લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદ અને હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન સામે પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, તેમને આ કેસમાં વોન્ટેડ દર્શાવામાં આવ્યા હતા. દિલ્હીની ખાસ અદાલત આજે યાસીન મલિકને સજા સંભળાવવાની હોવાથી કોર્ટ સંકુલમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યાં હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મલિકને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
યાસીન મલિકને અદાલતે ગુનેગાર ઠરાવતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હતું. પોતાનું ઘર નહીં સાચવી શકનાર પાકિસ્તાને યાસીન મલિક મામલે દુનિયાના દેશો સમક્ષ રોદડા રોવાનું શરૂ કર્યું હતું. યાસીન મલિકની સામેની કાર્યવાહી એ ભારતનો આતંકરિક મામલો હોવા છતા પાકિસ્તાનની શરીફ સરકારના નેતાઓ સહિતના આગેવાનોને કેમ પેટમાં ચૂંક ઉઠી હતી તે અંગે તરેહ-તરેહની અટકળો વહેતી થઈ હતી.