નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી રાજકીય ઉથલ-પાથલ સર્જાઈ છે. વિરોધ પક્ષના દબાણને પગલે ઈમરાન ખાને સત્તા ગુમાવી હતી, તેમજ નવાઝ શરીફના ભાઈ નવા વડાપ્રધાન બન્યાં હતા. જો કે, નવા વડાપ્રધાન સામે પણ સંકટ ટળ્યું નથી. ઈમરાન ખાન દ્વારા ફરીથી ચૂંટણીની માંગણી કરવામાં આવી રહી છે. દરમિયાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના કાર્યકરો અને સમર્થકો ઈસ્લામાબાદ પહોંચવા હતા અને હંગામો મચાવ્યો હતો. દરમિયાન પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે બળપ્રયોગ કર્યો હતો. આ પછી પોલીસ સાથે અથડામણ અને ભારે હિંસા થઈ છે.
ઈમરાન ખાને ચેતવણી આપી હતી કે,શાહબાદ શરીફ ચૂંટણીની નવી તારીખો જાહેર ન કરે ત્યાં સુધી સમર્થકો વિસ્તાર ખાલી નહીં કરે. બીજી તરફ પોલીસ અધિકારીઓ દ્વારા ડી-ચોક પાસે પીટીઆઈ સમર્થકોને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઈમરાનના સમર્થકોએ હંગામો મચાવ્યો અને મેટ્રો સ્ટેશનને આગ ચાંપી દીધી.
સેનેટર એરોન અબ્બાસ બપ્પીએ કહ્યું કે, ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. ઈસ્લામાબાદમાં પોલીસ અને ઈમરાન સમર્થકો વચ્ચેની અથડામણ વચ્ચે પીટીઆઈ નેચના ઓફિશિયલ એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને કહ્યું- “પાકિસ્તાનના લોકો વતી જીવ બચાવવાનો અદ્ભુત પ્રયાસ. હજારોની સંખ્યામાં એકત્ર થયેલા પીટીઆઈ સમર્થકોનો આ મેળાવડો જ્યારે મોડી રાત્રે પાકિસ્તાનની રાજધાનીમાં પ્રવેશ્યો ત્યારે ત્યાં લાંબો જામ થયો હતો. જો કે, પ્રવેશ પહેલા ઘણી હિંસા થઈ હતી. ઈમરાન ખાનના સમર્થકોએ ઈસ્લામાબાદમાં મેટ્રો સ્ટેશનને આગ ચાંપી દીધી હતી. હિંસક દેખાવો દરમિયાન ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના ઘણા સમર્થકોની પોલીસે ધરપકડ કરી હતી. ઈમરાનના સમર્થકો કરાંચી અને ઈસ્લામા બાદ વિવિધ શહેરોમાં રસ્તા ઉપર ઉતરી આવ્યાં છે.