વિશ્વમાં આવેલું છે આવું પણ એક ગામ જ્યાં મોટા ભાગના લોકો છે અંધ, જાણો શું છે આ જગ્યાનું રહસ્ય
- એક રહસ્મય ગામ
- જ્યા જમ્ન લેતા પ્રાણીઓ અને ઈન્સાન થઈ જાય છે અંધ
વિશ્વમાં કેટલીક રહસ્મય જગ્યાઓ છે કે જેના વિશે જાણીને સૌ કોઈને નવાઈ લાગે છે, કેટલીક જગ્યાઓનું કારણ હજી પણ વૈજ્ઞાનિકો શોધી શક્યા નથી. આ સાથે જ દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જેના વિશે જાણીને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આજે એક આવી જ જગ્યાની વાત કરવા જઈ રહ્યા છે કદાચ તમને પણ આ વાત સાંભળીને આશ્ચર્ય થશે જ
આ ગામ આવેલું છે મેક્સિકોમાં, મેક્સિકોનું એક ગામ પણ દુનિયાના રહસ્યમય સ્થળોમાં સામેલ છે. આ ગામમાં બાળકોના જન્મ પછી કંઈક આવું થાય છે જે ખૂબ જ આશ્ચર્યજનક છે. આ ગામમાં બાળકોનો જન્મ સારો થાય છે, પરંતુ જન્મના થોડા દિવસો પછી તેમની આંખોની રોશની જતી રહે છે.
મેક્સિકોના આ ગામને અંધજનોનું ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે. મેક્સિકોના ટિલ્ટેપક ગામને અંધ લોકોનું ગામ કહેવામાં આવે છે. આ ગામમાં માણસોથી લઈને જાનવરો સુધી બધા અંધ છે. તિલ્ટેપક ગામ વિશ્વના સૌથી રહસ્યમય ગામોમાંનું એક છે. વિશ્વનું આ એકમાત્ર ગામ છે જ્યાં માત્ર અંધ લોકો જ રહે છે.
ઝાપોટેક જનજાતિ મેક્સિકોના ટિલ્ટેપકના રહસ્યમય ગામમાં રહે છે. અહીં જ્યારે બાળકોનો જન્મ થાય છે ત્યારે તેમની આંખો એકદમ સારી હોય છે, પરંતુ સમયની સાથે તેમની આંખોની રોશની જતી રહે છે. આવું માત્ર માણસો સાથે જ નહીં પણ પ્રાણીઓ સાથે પણ થાય છે.
આ ગામમાં રહેતા આદિજાતિના લોકો શ્રાપિત વૃક્ષને અંધ થવાનું કારણ માને છે. તેઓ કહે છે કે અહીં લાવાઝુએલા નામનું એક ઝાડ છે, જેને જોઈને માણસોથી લઈને પશુ-પંખીઓ સુધી બધા આંધળા થઈ જાય છે. આ વૃક્ષ વર્ષોથી આ ગામમાં જ છે. લોકો કહે છે કે આ ઝાડને જોઈને તેઓ અંધ થઈ જાય છે. જોકે ઘણા લોકો માને છે કે આ માત્ર અંધશ્રદ્ધા છે.
જાણકારોનું માનવું છે કે આ ગામો જ્યાં આવેલા છે ત્યાં ઝેરી માખીઓ જોવા મળે છે. આ માખીઓના કરડવાથી જ લોકો અંધ બની જાય છે. માહિતી મળ્યા બાદ મેક્સિકન સરકારે ગ્રામજનોની મદદ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ સરકારને પણ કોઈ સફળતા મળી નથી. સરકારે આ આદિજાતિને અન્ય જગ્યાએ પણ વસાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ અન્ય સ્થળનું વાતાવરણ તેમના માટે અનુકૂળ ન હતું.