1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ- કેરીની સિઝનમાં ઘરે જ બનાવો રિયલ ટેસ્ટ મેંગો આઈસક્રીમ
કિચન ટિપ્સઃ- કેરીની સિઝનમાં ઘરે જ બનાવો રિયલ ટેસ્ટ મેંગો આઈસક્રીમ

કિચન ટિપ્સઃ- કેરીની સિઝનમાં ઘરે જ બનાવો રિયલ ટેસ્ટ મેંગો આઈસક્રીમ

0
Social Share
  • રિયલ કેરીની આઈસક્રીમ ઘરે જ બનાવો
  • ઓછી સામગ્રીમાં બનીને થશે રેડી

હાલ કેરી ભરપુર આવી રહી છે,દરેકના ઘરોમાં કેરી તો ખવાતી જ હશે સાથે ગરમીમાં જો મેંગો આઈસક્રીમ મળી જાય તો કેવી મજા પડી જાય. તો ચાલો જોઈએ ઘરે કઈ રીતે બનાવી શકાય છે આ મેંગો આઈસક્રિમ

સામગ્રી

  • 1 લીટર – દૂધ
  • 3 ચમચી – ક્સ્ટર્ડ પાવડર
  • 3 ચમચી – કોર્ન ફ્લોર
  • 250 ગ્રામ – કેરીનો પલ્પ
  • 200 ગ્રામ – ખાંડ
  • 1 કપ – ઘરની મલાઈ
  • જરુર પ્રમાણે ડ્રાયફ્રૂટ

આઈસક્રીમ બનાવાની રીત

સૌ પ્રથમ એક તપેલીમાં દૂધ લો, હવે તેમાં કસ્ટર્ડ પાવડર અને કોર્ન ફ્લોર એજ કરીને બરાબર મિક્સ કરીલો,

હવે આ તપેલીને ગેસ પર રાખીને ઘીમી ફ્લેમ પર બરાબર ઘટ્ટ થાય ત્યા સુધી દૂધને ઉકાળશતા રહો,કોર્ન ફ્લોર અને કસ્ટર પાવડર દૂધમાં ભળીને ઘ્ટટ થાય એટલે ગેસ બંધલ કરીલો.

હવે આ મિશ્રણને ઓછામાં ઓછા 2 કલાક ફ્રિજમાં ઠંડુ થવાદો

2 કલાક બાદ હવે એક મિક્સરની જાર લો, તેમાં દૂધનું આ મુશ્રણલો, તેમાં કેરીનો પલ્પ, ખાંડ અને મલાઈડ એડ કરીને 4 થી 5 મિનિટ સુધી મિક્સ કરતા રહો,.આ રીતે બધી મલાઈ-પલ્પ-ખાંડ અને દૂધના મિશ્રણને મિક્સ કરીલો

હવે એક એરટાઈટ એલ્યુમિનિયમ અથવા પ્લાસ્ટીકનો ડબ્બો લો, તેમાં આ મિક્સ કરેલું મિશ્રણ નાખીદો, હવે તમને જે ડ્રાયફ્રૂટ પસંદ હોય તે તેમાં નાખીદો.

હવે એક પ્લાસ્ટિકની પાતળી કોથળી લો,તેને ડબ્બાના ઢાંકણ પર કવર કરીલો, હવે ઢાકણ વડે ડબ્બો ઢાકીને ફ્રીજરમાં 4 થી 5 કલાક સુધી આઈસક્રીમને જમાવી લો,તૈયાર છે મેંદો આઈસક્રીમ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code