1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી માટે સહકારી નેતાઓ અને કાર્યકર્તાઓએ પડાપડી કરી
ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી માટે સહકારી નેતાઓ અને કાર્યકર્તાઓએ પડાપડી કરી

ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી માટે સહકારી નેતાઓ અને કાર્યકર્તાઓએ પડાપડી કરી

0
Social Share

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાતની મુલાકાતે આવતા વડાપ્રધાનું ભાવભીનું સ્વાગત કરાયુ હતું. વડાપ્રધાને શનિવારે સવારે 10 વાગે રાજકોટમાં આટકોટ ખાતે નવનિર્મિત મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ માતુશ્રી કે.ડી.પી.નું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ બપોરે 4.10 વાગે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા હતા, જ્યાં સીઆર પાટીલે તેમનું સ્વાગત કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી હળવા મુડમાં હતા. તમામ આગેવાનોને સામેથી બોલાવીને ખબર અંતર પૂછતા હતા. દરમિયાન સહકારી આગેવાનો, કાર્યકર્તાઓએ મોદી સાથે સેલ્ફિ લેવા પડાપડી કરી હતી.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હળવા મુડમાં હતા. કાર્યક્રમ બાદ પ્રદેશ નેતાઓ, સહકારી આગેવાનો અને કેટલાક કાર્યકર્તાઓને સામેથી નામથી બોલાવીને ખબર-અંતર પૂછ્યા હતા. દરમિયાન વડાપ્રધાન સાથે સેલ્ફી લેવા માટે પડપડી થઈ હતી. વડાપ્રધાને સંબોધન પણ કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, દેશભરમાં લાખો સ્થળોથી આજે ખેડૂતો ગુજરાતના ગાંઘીનગરના મહાત્મા મંદિરથી જોડાયા છે. સહકાર ગામડાને સ્વનિર્ભર બનાવવા મોટુ માઘ્યમ છે અને તેમાં આત્મનિર્ભર ભારતની ઉર્જા છે. આત્મભારતના નિર્માણ માટે ગામડાનું આત્મનિર્ભર થવું જરૂરી છે. આ માટે પૂજય બાપુ અને સરદાર સાહેબે જે માર્ગ આપણને બતાવ્યો છે તે પ્રમાણે આજે આપણે મોડલ કો-ઓપરેટિવ વિલેજ દિશામાં આગળ વઘી રહ્યા છીએ. ગુજરાતમાંથી 6 ગામોની પંસદગી કરવામાં આવી છે, જયા પુરી રીતે કો-ઓપરેટિવ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. આત્મનિર્ભર કૃષિ માટે દેશનું પહેલુ નેનો યુરિયા પ્લાન્ટનું લોકાર્પણ થઇ રહ્યુ છે તેનાથી ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. યુરિયાની એક બોરીની તાકાત એક બોટલમાં સમાઇ ગઇ છે.

તેમણે કહ્યું હતું કે, નેનો યુરિયાની અડધો લિટર ખેડૂતની એક બોરીની જરૂરિયાતને પુર્ણ કરશે. આનાથી ખેડૂતોનો ખર્ચો બહુ ઓછો થશે નાના ખેડૂતો માટે મોટી વાત છે. આધુનિક પ્લાન્ટ કલોલમાં લાગ્યો છે. તેની ક્ષમતા દોઢ લાખ બોટલના ઉત્પાદનની છે. આવનાર સમયમાં આવા આઠ પ્લાન્ટ દેશમાં લાગવાના છે. આનાથી યુરિયામાં વિદેશી નિર્ભરતા ઓછી થશે. દેશનો રૂપિયો બચશે. ભવિષ્યમાં અન્ય નેનો ફર્ટિલાઇઝેર પણ આપણા ખેડૂતોને મળી શકે. આપણા વૈજ્ઞાનિકો આજે આ દિશામાં કામ કરી રહ્યા છે. નેનો ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા તરફ જે પગલા આપણે લીધા છે તે કેટલા મહત્વના છે તે અંગે દરેક દેશવાસી સમજે તેમ હું માનું છું. ભારતમાં ફર્ટીલાઇઝર મામલે દુનિયામાં બીજુ સૌથી મોટુ ગ્રાહક છે. પરંતુ ઉત્પાદનના મામલે આપણે ત્રીજા નંબરે છીએ. આઠ વર્ષ પહેલા આપણા દેશમા યુરિયા ખેતરમાં જવાને બદલે કાળા બજારીનો શિકાર બનતા ખેડૂત પોતાની જરૂરિયાત સંતોષવા લાઠી ખાવા મજબૂર થતો. આપણે ત્યા મોટી યુરિયાની ફેકટરી હતી તે પણ નવી ટેકનોલોજીના અભાવે બંધ થઇ ગઇ હતી અને એટલે 2014માં સરકાર બની ત્યાર પછી આપણે યુરિયાની 100 ટકા નિમકોટિનનું બીડુ ઉઠાવ્યું જેથી દેશના ખેડૂતને જરૂરિયાત પ્રમાણે યુરિયા મળવા લાગ્યું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code