1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નેશનલ ઓપન માસ્ટર્સ એથ્લેટિક ચેમ્પિયનશિપ વડોદરામાં યોજાશે, 2000 ખેલાડીઓ ભાગ લેશે
નેશનલ ઓપન માસ્ટર્સ એથ્લેટિક ચેમ્પિયનશિપ વડોદરામાં યોજાશે, 2000 ખેલાડીઓ ભાગ લેશે

નેશનલ ઓપન માસ્ટર્સ એથ્લેટિક ચેમ્પિયનશિપ વડોદરામાં યોજાશે, 2000 ખેલાડીઓ ભાગ લેશે

0
Social Share

વડોદરાઃ સ્પોર્ટસ એક્ટિવિટીમાં વડોદરા શહેર અગ્રીમ હરોળમાં છે, અને અનેક સ્પોર્ટ્સ કોમ્પીટેશન શહેરમાં યોજાતી હોય છે. ત્યારે હવે આગામી જુન મહિનામાં તા.16થી 19 દરમિયાન નેશનલ ઓપન માસ્ટર્સ એથલેટિક ચેમ્પિયનશિપ રમાશે. જેમાં દેશભરમાંથી અંદાજે બે હજાર જેટલા ખેલાડીઓ તેમાં ભાગ લેશે

વડોદરા શહેરના માંજલપુર સ્પોર્ટ્સ સંકુલ ખાતે જૂન મહિનામાં તા.16 થી 19 દરમિયાન,ગુજરાતમાં પહેલીવાર વડોદરામાં નેશનલ ઓપન માસ્ટર્સ એથલેટિક ચેમ્પિયનશિપ રમાશે.આ રાષ્ટ્રીય કક્ષાનો મહા રમતોત્સવ આઝાદી કા અમૃત પર્વ, ખેલો ઇન્ડિયા, ફીટ ઇન્ડિયા, ખેલેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા જેવા આયામો ને વણી લઈને યોજવામાં આવી રહ્યો છે.સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને માસ્ટર્સ એથલેટિક એસોસિએશન ઓફ ગુજરાત તેના મુખ્ય આયોજકો છે.

આ આયોજનમાં એથલેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાનું પ્રોત્સાહન પ્રાપ્ત છે તેવી જાણકારી આપતાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ અર્જુનસિંહ રાણાએ જણાવ્યું કે, દેશભરમાં થી અંદાજે બે હજાર જેટલા વડીલ ખેલાડીઓ તેમાં ભાગ લેશે જે પૈકી ઘણાં આંતર રાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે રમી ચૂક્યા છે.35 થી 100 વર્ષની ઉંમરના વડીલ રમતવીરો આ આયોજન હેઠળ શહેરના મહેમાન બનશે. પૂર્વ મેયર ભરત ડાંગરે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ, ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે વડોદરાને અને ગુજરાતને રમતની અદ્યતન સુવિધાઓ આપી છે, ખેલ મહાકુંભ જેવા આયોજનો કર્યા છે. જેના પગલે રાજ્યમાં રમત પર્યાવરણ મજબૂત બન્યું છે. તેમણે જણાવ્યું કે આ રમતોત્સવ વડોદરાવાસીઓ માટે ઉમદા તક છે.તેઓ તેમાં ભાગ લે અને નિહાળે.  આ પ્રસંગે ડો.અર્જુનસિંહ મકવાણા અને વડીલ રમતવીરો ઉપસ્થિત રહ્યાં હતાં. (FILE PHOTO)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code