રોકાણ કરવાની ગણતરી છે? તો સોનામાં કરો – આ પ્રકારે થશે ફાયદા
સોનાને લઈને એવું કહેવામાં આવે છે કે તે સુખનું સાથી અને દુઃખનું ભાથું. સુખના સમયમાં તે ખુશીમાં વધારો કરે છે કે ખરાબ સમયમાં તે સાથી બને છે. એટલે સામાન્ય રીતે એવું કહેવાય કે સોનું જો વસાવેલું હોય તો સંકટ સમયમાં પણ તે અનેક રીતે મદદરૂપ બની શકે છે. આજના સમયમાં લોકો શેયર્સ, પ્રોપર્ટી અને અન્ય વસ્તુઓમાં રોકાણ વધારે કરે છે પરંતુ આજે પણ ભારતનો મોટો વર્ગ એવો છે કે જે સોનામાં રોકાણ કરે છે અને મોટી સંખ્યામાં સોનું પણ ખરીદે છે.
રોકાણકારોના મત અનુસાર તેઓ કહે છે કે સોનું એક એવી વસ્તું છે કે તેની કિંમતમાં હંમેશા વધારો થતો રહે છે અને તે તરત જ વેચાઈ જાય તેવી કિમતી વસ્તું પણ છે. શેયર્સ એક એવી વસ્તુ છે તેમાં કોઈ પણ કિંમતે મોટુ નુક્સાન થઈ શકે છે અને પ્રોપર્ટીની વાત કરવામાં આવે તો તે જલ્દીથી વેચાઈ શકે તેવી વસ્તુ નથી. પોપર્ટીને વેચાતા અને ખરીદતા સમય પણ લાગે છે. પણ સોનામાં આવું કઈ નથી અને તે સરળતાથી ખરીદી અને વેચી શકાય છે જેથી કરીને રૂપિયા જલ્દીથી મળી જાય છે.
આજના સમયમાં હવે સોનાને હપ્તાથી પણ ખરીદી શકાય છે. જે લોકો પાસે મોટી રકમ ન હોય તે લોકો સોનું ખરીદવાની રીતે બદલે છે અને હપ્તાથી પણ અત્યારે સોનું ખરીદી રહ્યા છે. એવું કહેવાય છે કે ભારતમાં દરેક પરિવારમાં અંદાજે 2-3 તોલા એટલે કે 20-30 ગ્રામ સોનું તો હોય જેના કારણે તેમણે સંકટ સમયમાં પણ અનેક રીતે મદદ મળી રહે છે.