રાજસ્થાનના ચિત્તોડગઢમાં RSS કન્વીનરની હત્યા- લોકોમાં ભારે રોષ, શહેરમાં કલમ 144 લાગુ
- ચિત્તોંડગઢમાં RSS કન્વીનરની હત્યા
- સમગ્ર શહેરમાં કલમ 144 લાગુ
જયપુર – છેલ્લા ઘણા સમયથી આરએસએસ કમ્વીનરની હત્યા થઈ હોય એવા કેસ સામે આવ્યા છે ત્યારે ફરી એક વખત આવી જ ઘટના રાજસ્થાનના ચિત્તોડગઢમાં બનવા પામી છે,રાજસ્થાનના ચિત્તોડગઢમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કન્વીનર રત્ના સોનીની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ શહેરમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો હચો.લોકોમાં ભારે રોષ ફેલાયો છે. જેને લઈને વહિવટ તંત્ર એ સમગ્ર શહેરમાં કલમ 144 લાગુ કરી દીધી છે.
આ ઘટના કાચી બસ્તી વિસ્તારમાં બની હતી. અહીં કેટલાક યુવકોએ રત્ના સોની પર હુમલો કર્યો, જેના કારણે તે ઘાયલ થયો. આ પછી ઉદયપુરની હોસ્પિટલમાં લઈ જતી વખતે રસ્તામાં જ તેનું મોત થયું હતું.આ ઘટનાને લઈને માહિતી મળી રહી છે કે આરએસએસ કન્વીનર રત્ના સોની મોડી રાત્રે એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. ત્યારે પરસ્પરના ઝઘડામાં અન્ય સમાજના લોકોએ તેમના પર હુમલો કર્યો જેના તેમનું મોત થયું હતું.
ત્યાર બાદ તેઓની હત્યાને લઈને રોષએ ભરાયેલા લોકોએ શહેરના મુખ્ય ચોકને બ્લોક કરી દીધો હતો. સમગ્ર રાત દરમિયાન પ્રદર્શન કરવામાં આવ્યું અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે સમગ્ર શહેરમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને વધારાની પોલીસ દળ તૈનાત કરવામાં આવી રહી છે.પોલીસે ખાતરી આપી છે કે ઘટનાને અંજામ આપનાર આરોપીની ઓળખ કરીને તેની ટૂંક સમયમાં જ ઘરપકડ કરવામાં આવશે