દેશમાં ફરી કોરોનાના કેસમાં ઉછાળો – છેલ્લા 24 કલાકમાં નોંધાયા 3,712 નવા કેસ
- કોરોનાના કેસ વધ્યા
- 24 કલાકમાં નોંધાયા 3,812 નાવ કેસ
- વિતેલા દિવસની તુલનામાં 35 ટકા કેસ વધ્યા
દિલ્હીઃ- જ્યા દેશભરમાં કોરોનાની બે લહેર બાદ ત્રીજી લહેર નબળી પડી ગઈ છે ત્યારે દેશમાં દૈનિક નોંધાતા કેસોમાં વધઘટ જોવા મળી રહી છે. જો વાત કરવામાં આવે તો છેલ્લા 8 દિવસની તો સતત 8 દિવસથી 2 હજારથી વધુ કેસ સામે આવતા હતા ત્યારે હવે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના કેસ 3હજારને પાસ કરી ગયા છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. સરકારી આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 હજાર 712 નવા કેસ નોંધાયા છે. આ સાથે નવા કેસોમાં 35.2 ટકાનો ઉછાળો જોવા મળ્યા છે.
મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાને કારણે 5 લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 12 લાખ 44 હજાર 298 લોકોને કોરોના સામે રક્ષણ માટે રસી આપવામાં આવી છે, જેના કારણે દેશમાં રસીકરણની સંખ્યા 1,93,70,51,104 પર પહોંચી ગઈ છે.
જો કોરોનામાંથી સાજા થનારા દર્દીઓની વાત કરીએ તો તેનો આંકડો 1 હજારને પાર છે,છેલ્લા 24 કલાકમાં 1 હજાર 123 લોકોએ કોરોનાને માત આપીને સ્વસ્થ થયા છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કોરોનાના કેસ 2 હજાર જેટલા સામે આવતા હતા ત્યારે હવે આ આકંડો 4 હજારને સ્પર્શવા આવ્યો છે.જો સક્રિય કેસની વાત કરીએ તો પણ ઝડપથી વધીને થઈ 19 હજારને પાર પહોંચી ગયા છે.