તમારા બાળકોની કોમળ સ્કિનને તડકામાંથી બચાવવા માટે અપનાવો આ નુસ્ખાઓ
- બાળકોની સ્કિનને તાપથી બચાવો
- ઘરેલું નુસ્ખા અપનાવી કોમળ સ્કિનની કરો માવજત
આ ઉનાળામાં તમારા બાળકની સંભાળ રાખવી ખૂબ જ જરુરી બને છે,કારણ કે તેમની સ્કિન ખૂબ જ કોમળ હોય છે જેથી તડકાથી બચાવવી જોઈએ, ગરમીમાં બાળકની ત્વચા અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. ઉનાળાની ઋતુ પણ પોતાની સાથે ત્વચા સંબંધિત વિવિધ સમસ્યાઓ લઈને આવે છે. માટે તમારા બાળકની ખૂબ કાળજી લેવાની જરૂર પડશે. ઉનાળામાં, બાળક હીટસ્ટ્રોક, હીટ રેશ અને ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓથી પીડાય છે.તો ચાલો જોઈએ તેના માટેના કેટલાક ઉપાયો
બાળકને આ રીતે બચાવો તડકાથી
ઉનાળામાં, તમારા બાળકને સુતરાઉ કપડાં પહેરવા દો કારણ કે તેનાથી બાળકની ત્વચા શ્વાસ લઈ શકે છે, ઠંડી રહે છે અને ફોલ્લીઓ થતી નથી
તડકામાં બાળકને ઘરની બહાર ન લઈ જવાનો પ્રયાસ કરો. અને જો કોઈ કારણસર તમારે બહાર જવું પડે તો બાળકને માથા પર કોટન કેપ પહેરીને રાખો અને તેને સૂર્યપ્રકાશના સીધા સંપર્કથી બચાવો.
આ સાથે જ જ્યારે બાળકને બહાર લઈ જાઓ સુતરાઉ અથવા શણના કપડાં તમારા બાળકો માટે સારા છે.
બને ત્યા સુધી બાળકના પુરા શરીર પર તડકો ન પડવા દો જે માટે કોટનના નરમ કપડાથી બાળકનું શરીર ઢાંકી દો
જો બાળક ખૂબ જ નાનું ચે તો ઘરની બહાર લઈ જવાનું ટાળવું જ જોઈએ
મોટા બાળકોને બહાર લઈ જાઓ ત્યારે તેમની સ્કિન પર બેબી ક્રીમ લગાવાનું આદત રાખો જેથી સુર્યપ્રકાશથી બેબીને બચાવી શકાય