યુપી બાદ હવે મધ્યપ્રદેશમાં અક્ષય કુમારની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ટેક્સ ફ્રી કરાઈ
- યુપીમાં બાદ એમપીમાં ટેક્સ ફ્રી થઈ સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ
- અમિતક શાહે પણ ફિલ્મને લઈને પ્રતિક્રિયા આપી હતી
- આ પહેલા યોગી સરાકેર ફિલ્મને ટેક્સ ફ્રી કરી
ભોપાલઃ- તાજેતરમાં એક્શન હિરો એક્ષય કુમાર ચર્ચામામં જોવા મળે છે જેનું કારણ છે આજરોજ રિલીઝ થયેલી સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ, આ ફિલ્મ ઘણી રીચતે પ્રમોશન મેળવવામાં સફળ સાબિત થી રહી છે જેનું ઉદાહરમ છે કે હવે આ ફિલ્મ અનેક રાજ્યોમાં ટેક્સ ફ્રી થી રહી છે વિતેલા દિવસે ઉત્તરપ્રદેશની સરકારે આ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી હતી,
ત્યારે હવે મધ્યપ્રદેશ સરકારે ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર અભિનીત ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને ટેક્સ ફ્રી બનાવવાની જાહેરાત કરી છે. રાજ્યના મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કરીને આ અંગે માહીતી આપી હતી
મુખ્યમંત્રી એ ટ્વિટ કરીને કહ્યું હતું કે, “અમે અક્ષય કુમાર અભિનીત ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ બનાવવાનો નિર્ણય કર્યો છે, જે મહાન યોદ્ધા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત છે, જે મધ્ય પ્રદેશમાં કરમુક્ત છે, જેથી વધુને વધુ યુવાનો આ ફિલ્મનો લાભ લઈ શકે. તેમનામાં મહાન સમ્રાટનું જીવન જુઓ. માતૃભૂમિ માટે વધુ પ્રેમ જાગૃત કરો.