1. Home
  2. ગુજરાતી
  3. ભારતના તમામ ગામ ઓપ્ટિકલ ફાઇબર મારફતે હાઈસ્પીડ ઈન્ટરનેટથી જોડાશેઃ કેન્દ્રીય મંત્રી
ભારતના તમામ ગામ ઓપ્ટિકલ ફાઇબર મારફતે હાઈસ્પીડ ઈન્ટરનેટથી જોડાશેઃ  કેન્દ્રીય મંત્રી

ભારતના તમામ ગામ ઓપ્ટિકલ ફાઇબર મારફતે હાઈસ્પીડ ઈન્ટરનેટથી જોડાશેઃ કેન્દ્રીય મંત્રી

0
Social Share

નવી દિલ્હીઃ ભારત, વૈશ્વિક ડિજિટલ પરિવર્તન, વિકાસમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા અને ઈન્ફોરમેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીના ઉપયોગમાં મોખરે રહ્યું છે,”એમ સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે વર્લ્ડ સમિટ ઓન ઈન્ફોરમેશન સોસાયટી (WSIS) 2022 દરમિયાન જણાવ્યું હતું. દેવુસિંહ ચૌહાણે જિનીવા, સ્વિટ્ઝર્લેન્ડમાં WSIS 2022 માં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.

WSIS સાથે ગાઢ સહયોગમાં ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન્સ યુનિયન (ITU), યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન ( UNESCO), યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ( UNDP) અને યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD) દ્વારા સહ-આયોજિત કરવામાં આવે છે. એક્શન લાઇન સહ/સુવિધાકર્તાઓ અને અન્ય યુએન સંસ્થાઓ. 2003 માં WSIS સમિટ પછી વિશ્વ સમુદાય માટે ઈન્ફોરમેન્શન સોસાયટી આગળ વધવા માટેની તે એક સતત પ્રક્રિયા છે.

ભારત 2023-2026 ટર્મ માટે ITU કાઉન્સિલની પુનઃચૂંટણી માટે લડી રહ્યું છે. ભારત 1869થી આઈટીયુનું સભ્ય છે અને યુનિયનના કાર્યોમાં અને પ્રવૃત્તિઓમાં સતત ભાગ લઈ રહ્યું છે, અને વૈશ્વિક સમુદાય ટેલિકોમ/આઈસીટીના વિકાસ અને પ્રગતીમાં  શક્ય તેટલી સંપૂર્ણ હદ સુધી યોગદાન આપી રહ્યું છે.

કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ 2030ને પરિપૂર્ણ કરવા માટે, વિશ્વને કનેક્ટેડ સોસાયટી તરીકે સાકાર કરવા અને ICT ને સક્ષમ કરવા માટે ભારત ITUનું સ્વપ્ન અને વિઝન શેર કરે છે.

RRBના સભ્ય માટે ભારતના ઉમેદવાર તરીકે સુશ્રી એમ. રેવતીના નામની દરખાસ્ત કરતા મંત્રીએ કહ્યું કે તેઓ વ્યવસાયિક નિપુણતા, નેતૃત્વ ક્ષમતાઓ, સમયમર્યાદા માં કાર્યો કામ પાડવાની પ્રતિબદ્ધતા અને સમાવેશી ICT વિકાસ માટે નિયમો ઘડવા, વ્યવસ્થિત સમસ્યા હલ કરવાની ક્ષમતાનો પુરવાર થયેલો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. દેવુસિંહ ચૌહાણે ITUના ધ્યેયોની પ્રાપ્તિમાં યોગદાન આપવા માટે ભારતની મક્કમ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને સહભાગીઓને ITU કાઉન્સિલ માટે અને સુશ્રી રેવતીની ઉમેદવારીને RRB માટે સમર્થન આપવા અપીલ કરી.

Digital Divide પર હાઈ લેવલ પોલિસી સ્ટેટમેન્ટ આપતા તેમણે જણાવ્યુ કે, ભારતના તમામ 6 લાખ ગામોને ભારત નેટ દ્વારા ઓપ્ટિકલ ફાઇબર દ્વારા હાઈ સ્પીડ ઈન્ટરનેટથી જોડી દેવાશે. ભારતે સ્વદેશી 4G ટેકનોલોજી વિકસાવી છે અને હવે ભારત સ્વદેશી 5G ટેકનોલોજી માટે તૈયાર છે. તેમણે ઉમેર્યું હતું કે સ્વદેશી 5Gi ધોરણો ITU અને 3GPP દ્વારા માન્ય છે. આ ધોરણો, પ્રથમ 5G ધોરણોમાંના છે, જેને ITU દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે, અને તે વૈશ્વિક સ્તરે સુમેળ ધરાવતા 3GPP ધોરણોનો પણ ભાગ બની ગયા છે. સમાન ભૌગોલિક ફેલાવાવાળા દેશો માટે આ અત્યંત મદદરૂપ થશે. વૈશ્વિક ડિજિટલ ક્રાંતિમાં ભારત નેતૃત્વની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code