દેશમાં વધ્યો કોરોનાનો ગ્રાફ – છેલ્લા 24 કલાકમાં 4,270 નવા કેસ સામે આવ્યા, કેરલમાં સૌથી વધુ
- કોરોનાનો ગ્રાફ વધ્યો
- વિતેલા 24 કલાકામાં 4 હજારથી વધુ કેસ નોંધાયા
દિલ્હી- દેશભરમાં છેલ્લા કેટકાક દિવસોથી કોરોનાના કેસનો આકંડો 4 હજાર આસપાસ નોંધાઈ રહ્યો છે આવી સ્થિતિમાં કેરળ માં સૌથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે.આઐ સાથે જ હવે સક્રિય કેસોની સંખ્યા પણ વધી છે.
જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન 4 હજાર 270 નવા કોરોનાના દર્દીઓની ઓળખ કરવામાં આવી છે. આ આંકડો 8 માર્ચ પછી સૌથી વધુ છે. આ મહિનામાં આ બીજી વખત છે જ્યારે નવા સંક્રમિતોની સંખ્યા 4 હજારને વટાવી ગઈ છે. આ પહેલા 2 જૂને દેશમાં 4 હજાર 41 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
વિતેલા દિવસને શનિવારે, 15 સંક્રમિત લોકોના મોત થયા હતા, જ્યારે 2 હજાર 612 સાજા થયા હતા. હાલ 22 હજાર 691 દર્દીઓ સારવાર હેઠળ છે. મહામારીના આ યુગમાં દેશમાં 4.31 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. તેમાંથી 4.26 કરોડ લોકો સાજા થયા છે જ્યારે 5.24 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે.
કેરળ રાજ્યમાં સૌથી વધુ કેસ જોવા મળ્યા છે. અહીં શનિવારે 1 હજાર 465 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 7 દર્દીઓના મોત થયા છે, જ્યારે 667 સાજા થયા છે. હાલમાં, ગાલ અહી 7 હજાર 427 સક્રિય કેસ છે,આ બાબતે મહારાષ્ટ્ર બીજા સ્થાન પર આવે છે.દેશમાં કોરોના દર્દીઓની બાબતમાં ટોચ પર રહેલા મહારાષ્ટ્રમાં ફરી એકવાર સંક્રમણની ગતિ વધી છે. અહીં શનિવારે 1 હજાર 357 નવા દર્દીઓ મળ્યા છે,