- પર્યાવરણ સૂચકઆંકમાં ભારત પછડાયું
- 180 દેશઓમાં સૌથી પાછળના ક્રમે
- આ યાદીના ડેનમાર્ક પ્રથમ સ્થાન પર જોવા મળ્યું છે
દિલ્હી: યુએસ સ્થિત સંસ્થાઓએ તેમના પર્યાવરણીય પ્રદર્શન માટે તૈયાર કરેલા બેન્ચમાર્કના આધારે ભારતને 180 દેશોની યાદીમાં સૌથી નીચે સ્થાન આપ્યું છે ,આ મામલે યેલ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ લો એન્ડ પોલિસી અને સેન્ટર ફોર ઈન્ટરનેશનલ અર્થ સાયન્સ ઈન્ફોર્મેશન નેટવર્ક, કોલંબિયા યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં પ્રકાશિત 2022 એન્વાયર્નમેન્ટલ પરફોર્મન્સ ઈન્ડેક્સમાં ડેનમાર્ક ટોચ પર છે.
આ સાથે જ તાજેતરના વર્ષોમાં, યુકે અને ફિનલેન્ડે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ઘટાડા માટે ઉચ્ચ સ્કોર મેળવ્યા છે.11 શ્રેણીઓમાં 40 પ્રદર્શન સૂચકાંકોનો ઉપયોગ કરીને ઈપીઆઈ આબોહવા પરિવર્તનની કામગીરી, પર્યાવરણીય સ્વાસ્થ્ય અને ઇકોસિસ્ટમ જીવનશક્તિ પર 180 દેશોને રેન્ક આપે છે. આ સૂચકાંકો રાષ્ટ્રીય સ્તરે એક માપ પૂરો પાડે છે કે દેશ પર્યાવરણીય નીતિના લક્ષ્યો નક્કી કરવા માટે કેટલો નજીક છે.
આ જારી કરેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત (18.9), મ્યાનમાર (19.4), વિયેતનામ (20.1), બાંગ્લાદેશ (23.1) અને પાકિસ્તાન (24.6) સૌથી ઓછા માર્ક્સ મેળવ્યા છે. મોટાભાગના ઓછા સ્કોર ધરાવતા દેશો એવા છે કે જેઓ સ્થિરતા કરતાં આર્થિક વૃદ્ધિને પ્રાથમિકતા આપે છે અથવા અશાંતિ અને અન્ય કટોકટીથી ઝઝૂમી રહ્યા છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે “વધતી જતી ખતરનાક હવાની ગુણવત્તા અને ઝડપથી વધી રહેલા ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જન સાથે, ભારત પ્રથમ વખત રેન્કિંગમાં પાછળ સરકી ગયું છે,” અહેવાલમાં જણાવાયું છે. ચીન 28.4ના એકંદર EPI સ્કોર સાથે 161મા ક્રમે છે.