બાળકોમાં ગેમની લત બની રહી છે જીવલેણ – યુપીમાં માતા એ પબજી રમવાનું ના પાડતા 16 વર્ષના પુત્ર એ માતાને ગોળી મારીને કરી હત્યા
- પબજી રમવાનું નાં કહેતા પુત્રએ માતાને મોતને ઘાટ ઉતારી
- બાળકોમાં વધતો ગેમનો ક્રેઝ બની રહ્યો છે જીવલેણ
લખનૌઃ- આજકાલના બાળકોના માનસપટ પર ગેસ માઠી અસર પહોંચાડી રહી છે. ગેમની લત એટલે હદે લાગી ચૂકી છે કે જો માતા પિતા આ માટે ના કહે છે તો બાળકો ગુસ્સે ભરાય છે અને ક્યારેક હત્યા જેવા ગુનાને અંજામ આપે છે,આવી જ ઘટના ઉત્તર પર્દેશના લખનૌમાંથી સામે આવી રહી છે જ્યા એક દિકરાએ પોતાની માતાની ગોળી નમારીને હત્યા કરી છે કારણ માત્ર એટલું જ છે કે માતા એ તેને પબજી રમવાની ના કહી હતી, જે વાત 16 વર્ષિય બાળકથી સહનન થી અને માતાને મોતને ઘાટ ઉતારી દીધી.
મૃત્યુ પામેલ માતાનું નામ છે સાધના સિંહ જેઓની ઉંમર 40 વર્ષની હતી તેમના જ પુત્રએ તેમને ગોળી મારીને હત્યા કરી હતી. આ સાથે જ બે દિવસ અને ત્રણ રાત પુત્રએ માતાના મૃતદેહને ઘરમાં જ સંતાડી રાખ્યો હતાો
આ હત્યારાએ તેની નાની બહેનને ધમકી આપી હતી કે જો તે પોલીસ કે કોઈને કહેશે તો તેને પણ મારી નાખીશ. મંગળવારે જ્યારે દુર્ગંધ ફેલાવા લાગી ત્યા ખોટી વાત ઉપજાવી તેણે તેના પિતાને જાણ કરી હતી. જેના પર પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. તે જ સમયે જ્યારે સગીર પુત્રની પૂછપરછ કરવામાં આવી તો સમગ્ર વાસ્તવિકતા સામે આવી. પોલીસના જણાવ્યા અનુસાર, પતિ આર્મીમાં સુબેદાર મેજર તરીકે આસનસોલમાં તૈનાત છે.
તેમનો પરિવાર જમુનાપુરમ કોલોની, પંચમખેડા, PGI, લખનૌમાં રહે છે.પોલીસ માહીત પ્રમાણે , નવીનના પરિવારમાં પત્ની સાધના સિંહ, 16 વર્ષનો પુત્ર અને 9 વર્ષની પુત્રી છે. શનિવારે રાત્રે સાધના બંને બાળકો સાથે રૂમમાં સૂતી હતી. બપોરે 3 વાગ્યાની આસપાસ પુત્રએ પિતાની લાયસન્સવાળી પિસ્તોલ વડે માતાને માથામાં ગોળી મારી દીધી હતી. જેના કારણે સાધનાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સાથે જ નાની બહેનને ધમકાવીને બીજા રૂમમાં લઈ ગયો હતો. જ્યાં બંને સૂઈ ગયા હતા. સવારે ઉઠ્યા બાદ ફરી બહેનને ધમકી આપી હતી. તેણે કહ્યું કે જો તે પોલીસ અથવા કોઈને કહેશે તો તેને પણ મારી નાખશે.