લોન લેનાર લોકોની તકલીફ વધશે, RBIએ રેપો રેટમાં કર્યો 50 બેસિસ પોઈન્ટનો વધારો
- RBIએ રેપો રેટમાં કર્યો 50 બેસિસ પોઈન્ટનો વધારો
- RBIએ 0.50 ટકા રેપો રેટ વધારતા રેપો રેટ 4.40 ટકાથી 4.90 ટકા થયો
- હોમ લોન થઈ શકે છે મોંઘી
મોંઘવારીના વિષચક્રમાં પિસાતી ભારતની જનતાને વધુ એક ઝટકો લાગ્યો છે. સેન્ટ્રલ બેંકે વ્યાજદરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે અને આગામી સમયમાં મોંઘવારી પણ વધુ રહેવાની આશંકા વ્યકત કરવામાં આવી છે. બુધવારે સમાપ્ત થયેલ જૂન માસની મોનિટરી પોલિસી બેઠકમાં આરબીઆઈએ વ્યાજદરમાં 0.50%નો વધારો કરતા હવે રેપો રેટ 4.90% થયો છે. એમપીસીના તમામ સભ્યોએ એકમતે 0.50%નો વ્યાજદર વધારો કરવાનો મત આપ્યો હતો.
આ સિવાય બેંકો માટે અતિ મહત્વના MSF રેટમાં પણ આરબીઆઈએ વ્યાજદર વધાર્યા છે. સ્ટેન્ડિંગ ડિપોઝીટ ફેસિલિટી એન્ડ માર્જિનલ સ્ટેન્ડિંગ ડિપોઝીટ ફેસિલિટી દર પણ 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. બંને દર અનુક્રમે વધારીને 4.65% અને 5.15% કર્યા છે.
આ સિવાય એમપીસીએ મોનિટરી પોલિસીને અકોમોડેશનથી અગ્રેસિવ કરવા માટે મહત્વના જરૂરી પગલાં લેવાની તૈયારીઓ દર્શાવી છે.