અલકાયદાના આતંકી હુમાલાને લઈને મહારાષ્ટ્રમાં એલર્ટ – મુંબઈમાં સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોનથી ચાપતી નજર
- મુંબઈમાં અલકાયદાની આતંકી હુમા઼લાની શંકા
- મહારાષ્ટ્રમાં હાઈએલર્ટ
- સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોનથી નજર રખાશે
દિલ્હીઃ- તાજેતરમાં અલકાયદાએ આતમઘાતી હુમલો કરવાની ચિમકી આપતો પત્ર જારી કર્યો હતો જેમાં દિલ્હી મહારાષ્ટ્ર સહીત 5 રાજ્યોનો ઉલ્લેખ કરાયો હતો ત્યારે હવે મહારાષ્ટ્રમાં આતંકી હુમલાને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે આ સાથે જ મહાનગરી મુંબઈમાં સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન મારફત ચાપતી નજર રાખવામાં આવી રહી છે.
પયગંબર મોહમ્મદ પરના કહેવાતા વિવાદાસ્પદ નિવેદનને લઈને સમગ્ર દેશમાં તણાવ વધી રહ્યો છે.આત્મઘાતી બોમ્બ વિસ્ફોટની ચેતવણી જારી કર્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે. મહારાષ્ટ્ર અલકાયદાને લઈને હાઈ એલર્ટ પર છે.
મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક સ્થળોને લઈને ષડયંત્રની ચેતવણી જારી કરવામાં આવી છે. કાનપુરની તર્જ પર કેટલાક અસામાજિક તત્વો પથ્થરમારાના ષડયંત્રને અંજામ આપી શકે છે. આ બાબતને ગંભીરતાથી લેતા મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો છે કે પથ્થર-બોટલ હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ વિસ્તારો પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે.
કેન્દ્રીય એજન્સીઓએ ધમકી પત્રની ચકાસણી કર્યા બાદ તમામ સંબંધિત રાજ્ય પોલીસ દળોને હાઈ એલર્ટ પર રહેવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે કે, પૈગમ્બર મોહમ્મદ પર બીજેપીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માના નિવેદન બાદ ઘણા આતંકી સંગઠનોએ ધમકીભર્યા પત્રો જારી કર્યા છે.ત્યારે દેશભરમાં આતંકી હુમલાની શંકાને લઈને પોલીસ દળો સક્રીય બન્યા છે