સિંધુ દર્શન યાત્રા માટે ગુજરાતના યાત્રિકોને રૂ. 15,000 ની આર્થિક સહાય અપાશે
અમદાવાદઃ લેહ-લદ્દાખ ખાતે જૂન મહિનામાં યોજાતી સિંધુ દર્શન યાત્રામાં રાજ્યમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લેહ-લદ્દાખ જાય છે. હવે રાજ્ય સરકારે આ શ્રદ્ધાળુઓને વ્યક્તિ દીટ રૂ. 15 હજારની આર્થિક સહાય કરશે.
સિંધુ દર્શન યોજના અંગે સરકારે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર રાજ્યના લેહ-લદ્દાખ ખાતે સિંધુ નદીના દર્શન માટેની સામાન્ય રીતે જૂન માસમાં યોજાતી સિંધુ દર્શન યાત્રા માટે ગુજરાતમાં વસવાટ કરનાર યાત્રિક દીઠ રૂ. 15,000 ની આર્થિક સહાય મંજૂર કરવામાં આવે છે. આ યોજનાની શરૂઆતથી અત્યાર સુધી 751 યાત્રિકોને આર્થિક સહાય પેટે કુલ રૂ.112.65 લાખ ચૂકવવામાં આવ્યા છે. તેવી જ રીતે ગુજરાતમાં આવેલા યાત્રાધામોના સિનિયર સિટીઝન સરળતાથી દર્શન કરી શકે તે અર્થે ગુજરાત સરકારે ‘ શ્રવણ તીર્થ દર્શન યોજના’ અમલમાં મુકેલી છે.
(Photo-File)