આવી રીતે ભણશે ભારત?, ખુરશીમાં આરામ ફરમાવતી શિક્ષિકા વિદ્યાર્થિની પાસે પંખો નખાવતા કેમેરામાં કેદ થઈ
નવી દિલ્હીઃ ક્લાસ રૂમમાં શિક્ષિકા ખુરશીમાં શાંતિથી આરામ ફરમાવી રહી હતી, જ્યારે એક વિદ્યાર્થિની તેમને પંખો નાખતી હતી. જ્યારે અન્ય વિદ્યાર્થીઓ નીચે બેઠા હતા. શિક્ષિકાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. આ વીડિયો બિહારની એક સ્કૂલનો હોવાનું મનાઈ રહ્યું છે. આ વીડિયોને પગલે લોકોમાં નારાજગી ફેલાઈ છે અને આરામ ફરમાવતી શિક્ષિકા સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા પર એક શરમજનક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક મહિલા શિક્ષિકા ક્લાસરૂમમાં સૂતી જોવા મળે છે. બાળકો વર્ગખંડમાં બેઠા છે અને મહિલા શિક્ષિકા શાંતિથી સૂતી જોવા મળે છે. તેમજ એક વિદ્યાર્થિની પાસે પંખો નખાવતી કેદ થઈ છે. આ વીડિયો બિહારની એક સરકારી શાળાનો જણાવવામાં આવી રહ્યો છે. શિક્ષિકાનો આરામ કરતો વીડિયો કોઈ ઉતારીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. આ વીડિયો બિહારના બેતિયા જિલ્લાની એક સરકારી શાળાનો છે. વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે મહિલા શિક્ષક બાળકોના ભવિષ્યને અંધારામાં નાખીને શાંતિથી સૂઈ રહી છે. આ વીડિયોને પગલે બિહારની સરકારી સ્કૂલોની સ્થિતિનો પર્દાફાશ થયો છે, તેમજ શિક્ષણમાં સુધારો કરવાની લોક માંગણી ઉઠી છે.
કેન્ર્દ સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવી છે. દરમિયાન બિહારની એક સરકારી શાળાનો શિક્ષિકાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે.