મંકીપોકસના લક્ષણને લઈને યુપી સરકારે માર્ગદર્શિકા જારી કરી – રાજ્યમાં એક પણ દર્દી નહી છત્તા સતર્કતાના આદેશ
- યુપી સરકાર મંકીપોક્સને લઈને બની સતર્ક
- લક્ષણો દેખાઈ એટલે તાત્કાલિક સારવારના આદેશ
લખનૌઃ-એક તરફ જ્યા દેશભરમાં કોરોનાૈના કેસો વધઈ રહ્યા છે જ્યાં બીજી તરફ મંકીપોક્સને લઈને પણ અનેક રાજ્યો સતર્ક બન્યા છે, ત્યારે હવે પુપી સરકાર પણ મંકીપોક્સને લઈને સતર્ક બની છે., યોગી સરકારે આ સંક્રમણને લઈને માર્ગદર્શિકા જાહેર કરી છે. જો કે આ સંક્રમણનો એક પણ દર્દી રાજ્યમાં નથી છત્તા સરકાર સતર્ક બની છે.
મંકિપોસ્કને લઈને યુપીનું તંત્ર આ રોગ સામે લડવા માટે સંપૂર્ણ રીતે સતર્ક છે. જે અંતર્ગત પીએચસી-સીએચસીના ઇન્ચાર્જને તકેદારી રાખીને દર્દીની જાણ થતાં તાત્કાલિક માહિતી આપવાના આદેશો આપ્યા છે
આ સાથે જે લોકોમાં લક્ષણો દેખાઈ તેવા દર્દીઓને તાત્કાલિક અસરથી દાખલ કરી સારવાર મળી રહે તે માટે સ્ટેટ મેડિકલ કોલેજમાં દસ બેડનો વોર્ડ બનાવવા માટે પણ સૂચનાઓ જારી કરવામાં આવી છે.
રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિવિધ દેશોમાં મંકીપોક્સના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યમાં સાવચેતી રાખવા સૂચનાઓ જારી કરી છે. સીએમ એ ઉચ્ચ અધિકારીઓને ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ મંકીપોક્સના લક્ષણો, સારવાર વગેરે વિશે સામાન્ય લોકોને જાગૃત કરવાનો આદેશ આપ્યો છે.
આ સાથે જ સીએમ યોગી એ કહ્યું કે શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોએ તેમના લોહીની તપાસ જરુરથી કરાવવી જોઈએ. જો કે હજુ સુધી મંકીપોક્સનો કોઈ કેસ સામે આવ્યો નથી, પરંતુ રાજ્યના આરોગ્ય વિભાગે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.