પીએમ મોદી યોગ દિવસને લઈને કરી લોકોને અપીલ,કહી આ વાત
દિલ્હી:21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેકને યોગ દિવસ મનાવવા અને યોગને રોજિંદા જીવનનો એક ભાગ બનાવવા અપીલ કરી છે. પીએમ મોદીએ ‘આપણા રોજિંદા જીવનમાં યોગ’ પર એક ફિલ્મ પણ શેર કરી.
વડાપ્રધાન મોદીએ ટવિટ શેર કરતા કહ્યું કે:”આગામી દિવસોમાં, વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરશે.હું તમને બધાને યોગ દિવસની ઉજવણી કરવા અને યોગને તમારા દૈનિક જીવનનો એક ભાગ બનાવવા વિનંતી કરું છું. ફાયદા ઘણા છે.
In the coming days, the world will mark International Day of Yoga. I urge you all to mark Yoga Day and make Yoga a part of your daily lives. The benefits are many… https://t.co/UESTuNPNbW
— Narendra Modi (@narendramodi) June 12, 2022
ઉલ્લેખનીય છે કે,યુનેસ્કોએ 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. જેમાં પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 27 સપ્ટેમ્બર 2014ના રોજ વિશ્વભરમાં યોગ દિવસ મનાવવાનું આહ્વાન કર્યું હતું. જેની બાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 11 ડિસેમ્બર 2014ના રોજ 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે જેનો ઉદ્દભવ ભારતમાં થયો છે.