વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેનને ઉથલાવાના કાવતરાનો પર્દાફાશ
અમદાવાદઃ વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેનને ઉથલાવવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. બ્રોડગેજ લાઈન ઉપર અજાણ્યા શખ્સોએ બાવળ અને ઈંટના કટકા મુકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે રેલવેના ઉચ્ચ અધિકારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મેઇન્ટેનન્સ પૂર્ણ થયા બાદ મોરબીથી વાંકાનેર તરફ મુસાફર વગર જતી ડેમુ ટ્રેનને ઉથલાવવા કરાયો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બપોરના 3થી 3.30 વાગ્યાના અરસામાં મકનસરથી વાંકાનેર વચ્ચે આ ઘટના બની હતી. બ્રોડગેજ લાઇન પાસે બાવળ અને ઇંટના કટકા મૂકી ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આ અંગે સિનિયર સેક્શન એન્જીનીયર સુરેશકુમાર ગૌતમે ફરિયાદ નોંધાવી છે. રેલવેને નુકશાન પહોંચાડવા કોશિશ બદલ અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. રેલવે પોલીસે ભારતીય રેલ અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
(PHOTO-FILE)