કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો બીજી વખત કોરોના પોઝિટિવ,ટ્વિટ કરીને માહિતી આપી
- કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો કોરોના પોઝિટિવ
- ટ્રુડોએ ટ્વિટ કરીને આપી માહિતી
- જાન્યુઆરીમાં પણ થયા હતા સંક્રમિત
દિલ્હી:કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો બીજી વખત કોવિડ-19થી સંક્રમિત થયા છે.તેણે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે રૂબરૂ મુલાકાત કર્યાના થોડા દિવસો બાદ પોતે કોરોના વાયરસથી સંક્રમિત હોવાની માહિતી આપી છે.
ટ્રુડોએ સોમવારે એક ટ્વિટ દ્વારા ફરી એકવાર પોતાને કોવિડ-19થી સંક્રમિત હોવાની પુષ્ટિ કરી હતી.આ ટ્વિટમાં તેમણે દરેકને કોવિડ-19 વિરોધી રસી લેવા અપીલ કરી હતી.કેનેડિયન પીએમએ કહ્યું કે તેઓ ઠીક અનુભવે છે અને તેનું કારણ છે કે તેમને રસી લગાવી લીધી હતી.
ટ્રુડો તાજેતરમાં લોસ એન્જલસમાં યોજાયેલી ‘સમિટ ઓફ ધ અમેરિકા’ સમિટમાં બાઈડેન અને અન્ય વિશ્વ નેતાઓને મળ્યા હતા.બાઈડેને શુક્રવારે ટ્રુડો સાથે લીધેલો ફોટો શેર કર્યો હતો. કેનેડાના વડાપ્રધાન અગાઉ જાન્યુઆરીમાં કોરોના વાયરસના સંક્રમણની ઝપેટમાં આવ્યા હતા.