ફ્લાઈટ મોડ કરીને ફોનને ચાર્જ કરો તો શું ફટાફટ ચાર્જિંગ થાય? જાણો
કેટલાક લોકોની આદત હોય છે કે તે લોકો જ્યારે પણ ફોનને ચાર્જ કરે છે ત્યારે તે લોકો ફોનને ફ્લાઈટ મોડમાં મુકી દે છે, તે લોકો માને છે કે ફ્લાઈટ મોડમાં ફોન રાખીને ચાર્જિંગ કરવાથી ફોન ફટાફટ ચાર્જિંગ થઈ જાય છે, પણ આ વાત કેટલી સત્ય છે તે જાણવું જોઈએ.
ટેક્નોલોજી એક્સપર્ટના કહેવા પ્રમાણે જ્યારે તમારો સ્માર્ટફોન રેગ્યુલર મોડમાં હોય છે, ત્યારે તે સતત સિગ્નલ સેલ ટાવર અને પિન પોઈન્ટ લોકેશન શોધે છે. GPS દ્વારા સંચાલિત તમારો સ્માર્ટફોન સેટેલાઈટને બદલે સેલફોન નેટવર્ક દ્વારા સ્થાન સાથે સંકલન કરે છે. આ કારણે તમારા સ્માર્ટફોનની બેટરીનો મહત્તમ વપરાશ થાય છે. આ પ્રક્રિયા સતત ચાલે છે અને આ માટે બેટરીનો ઉપયોગ થાય છે. જ્યારે તમે એરોપ્લેન મોડ ચાલુ કરો છો, ત્યારે તમે તે રેડિયો ટ્રાન્સમિશન બંધ કરો છો અને તમારો સ્માર્ટફોન રેગ્યુલર મોડ કરતાં વધુ ઝડપથી ચાર્જ થાય છે. પરંતુ જો તમે આ ડેટાની મદદથી સમજો છો, તો તમારા સમયની આ બચત એટલી નથી જેટલી દાવો કરવામાં આવે છે.
થોડા વર્ષો પહેલા CNETના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે તમે એરોપ્લેન મોડ પર સ્માર્ટફોન ચાર્જ કરતી વખતે ટ્રાયલમાં 4 મિનિટ બચી હતી. જ્યારે બીજી ટ્રાયલમાં કુલ 11 મિનિટ બચી હતી. તેના પરથી કહી શકાય છે કે એરોપ્લેન મોડ પર ચાર્જિંગ દરમિયાન થોડો સમય બચે છે.