સ્પેનના વિદેશ મંત્રી અલ્બારેસે મંત્રી એસ જયશંકર સાથે કરી મુલાકાત – દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત કરવા પર ચર્ચા
- સ્પેનના વિદેશમંત્રીન એસ જયશકંર સાથે મુલાકાત
- દ્વિપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત કરવા બાબતે થઈ ચર્ચા
દિલ્હીઃ- ભારતની મુલાકાતે આવેલા સ્પેનના વિદેશ મંત્રી જોસ મેન્યુઅલ આલ્બારેસે આજે આપણા વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી.બન્ને નેતાઓની આ બેઠકમાં દ્વિપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય ચે કે બન્ને નેતાઓ વચ્ચેની આ ઔપચારિક બેઠક પહેલા જયશંકરે અલ્બારેસનું સ્વાગત કર્યું. બંને નેતાઓની મુલાકાત બાદ જયશંકરે કહ્યું કે અમે ઈન્ડો-પેસિફિક, યુરેશિયન યુદ્ધ, અફઘાનિસ્તાન અને દક્ષિણ એશિયા અને ઉત્તર આફ્રિકાની સ્થિતિ પર ચર્ચાઓ કરી છે
આ સાથએ જ આ બંને નેતાઓ બહુરાષ્ટ્રીય મંચ પર સાથે કામ કરવા માટે પણ સંમત થયા હતા. મંત્રી જયશંકરે વધુમાં કહ્યું કે અમે રાજકીય, સંરક્ષણ, આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં વધતા ભારત-સ્પેન સંબંધો અંગે ચર્ચા કરી છે. આત્મનિર્ભરતા અને સહજ પુરવઠા પ્રણાલીઓને ટેકો આપવા માટે સહકાર વધારવા પર ભાર મૂક્યો.
આ બન્ને નેતાઓની મુલાકાતને લઈને વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ પણ કર્યુ છે અને કહ્યું છે સ્પેનના વિદેશ મંત્રીનું ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત પર સ્વાગત છે. આ મુલાકાત અમારી બહુપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત કરશે.
ઉલ્લેખનીય છે કે આપણા પીએમ નરેન્દ્ર મોદી 2017માં આ યુરોપિયન દેશની મુલાકાતે ગયા હતા. ત્યારથી ભારત-સ્પેનના સંબંધો વધુ મજબૂત થયા છે.