કિચન ટિપ્સઃ જો રાતની રોટલી બચી જાય તો તેમાંથી આ રીતે બનાવો વેજ ફ્રેન્કી
સાહિન મુલતાનીઃ-
સામાન્ય રીતે કોબીજનું શાક એવી સબજી છે કે જે સૌઈ કોઈને ભાવતી નથી ,ત્યારે ઘણી વખત શાક બચી જાય છે ત્યારે તે શાકનુવ શું કરવું એ વિચારતા હોઈએ છે તો ચાલો જોઈએ કોબીજના શાકની ફ્રેન્કી કેવી રીતે બને છે
સામગ્રી
- 4 નંગ – રોટલી
- કોબીજનું શાક
- 2 નંગ બાફેલા બટાકા – ક્રશ કરીલો
- ટામેટા સોસ જરુર પ્રમાણે
- કાંદા લાંબા સમારેલા જરુર પ્રમાણે
- માયોનિઝ જરુર પ્રમાણે
- ઓરેગાનો જરુર પ્રમાણે
- ચિલી ફ્લેક્સ જરુર પ્રમાણે
- કેપ્સિકપ મરચા 2 નંગ પાતળા સમારેલા
સૌ પ્રથમ રોટલીને અક મોટી ડિશમાં રાખો,
હવે રોટલી પર એક ચમચી વડે માયોનિઝ સ્પ્રેડ કરી દો
ત્યાર બાદ હવે માયોનિઝની ઉપર ટામેટા સોસ સ્પ્રેડ કરીદો
હવે વચમાં થોડા બાફએલા બટાકા મૂકો
હવે બટાકાવી ઉપર થોડૂ કોબીજનું શાક મબી દો
ત્યાર બાદ કોબીજના શાક પર સમારેલા કાંદા, કેપ્સિકમ મચરા મૂકી દો
હવે તેમાં ચીલી ફ્લેક્શ અને ઓરેગાનો સ્પ્રેડ કરીદો
હવે રોટલીને ફ્રેન્કીની સ્ટાઈલમાં રોલ વાળઈદો
હવે એક તવીમાં બટર અથવા તેલ લગાવી તવી ગરમ કરો અને ફ્રેન્કીને બન્ને બાજૂ ક્રિસ્પી બ્રાઉન ખાય ત્યા સુધી તળી લો
તૈયાર છે કોબીજના શાકની ટેસ્ટી ફ્રેન્કી,વેસ્ટમાંથી બેસ્ટ વધેલી રોટલી અને શાક બન્નો થી જશે ઉપયોગ