PM મોદીની માતાને જન્મદિવસ પર ખાસ ભેંટ – ગુજરાતના પાટનગરનો એક રસ્તો ‘પૂજ્ય હીરાબા માર્ગ’ થી ઓળખાશે
- પીએમ મોદીની માતાને જન્મદિવસ પર ખા ભેંટ
- ગુજરાતનો માર્ગ માતા હિરાબાના નામથી ઓળખાશે
દિલ્હીઃ- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનો 18 જૂને જન્મદિવસ છે આ વર્ષે તેઓ તેમના જીવનના 100 વર્ષ પુરા કરશે . આ શાક અવસર પર પીએમ મોદી તેમની માતાને મળવા પણ જઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાતની મુલાકાતે આવશે. એવી શક્યતા છે કે તે તેની માતાને મળવા પણ જાય. હીરાબેનના પરિવારજનોએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીના માતાના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે તેમના વતન વડનગરમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
વધુ જાણકારી મુજબ પીએમ મોદી પોતાની માતાના જન્મદિવસ પર તેઓને ખાસ ભેંટ આપવા જઈ રહ્યા છે જે પ્રમાણે ગુજરાતના ગાંધીનગરમાં એક રોડનું નામ પીએમ મોદીની માતાના નામ પર ‘પૂજ્ય હીરાબા રોડ’ રાખવામાં આવશે. પીએમ મોદી તેમના ગુજરાત પ્રવાસ પર અવારનવાર તેમની માતાના આશીર્વાદ લેવા જાય છે.
ગાંધીનગરનો આ માર્ગ બનશે પૂજ્ય હિરાબા માર્ગ
આ સમગ્ર બાબતે પાટનગર ગાંધીનગરના મેયર એ બુધવારે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી. જેમાં લખ્યું છે કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન 100 વર્ષના થઈ રહ્યા છે. ગુજરાતના પાટનગરની જનતાની માંગ અને લાગણીને ધ્યાનમાં રાખીને રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટર સુધીના રસ્તાને ‘પૂજ્ય હીરાબા માર્ગ’ નામ આપવાનો નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે હીરાબેનનું નામ હંમેશ માટે જીવંત રાખવા અને આવનારી પેઢીઓને બલિદાન, તપસ્યા, સેવા અને નિષ્ઠાના પાઠ ભણાવવાના ઉદ્દેશ્ય સાથે 80 મીટરના રસ્તાનું નામ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,