શું તમને પણ આ પ્રકારના સંકેત જોવા મળી રહ્યો છે? તો ચેતી જજો
એવુ કહેવામાં આવે છે કે પુરાણોમાં તમામ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને તે વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો કે જ્યારે કોઈ વ્યક્તિનું મોત આવી ગયું હોય ત્યારે તેને કેવો અનુભવ થાય.
ગરુડ પુરાણમાં મૃત્યુના સંકેતોને લઈને મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, મૃત્યુ પહેલા વ્યક્તિના શરીરમાં કેવા ફેરફારો થાય છે અને તે કેવો અનુભવ કરે છે.
લોકોના મનમાં એ જાણવાની સામાન્ય ઉત્સુકતા હોય છે કે મૃત્યુ સમયે કેવું લાગે છે અથવા મૃત્યુ પહેલા કેવા સંકેતો આપવામાં આવે છે.
મનુષ્ય માટે કયો શ્વાસ છેલ્લો હશે તે કોઈ જાણતું નથી, તેથી લોકો મૃત્યુથી ડરે છે.ધાર્મિક ગ્રંથોમાં મૃત્યુ વિશે ઘણું લખવામાં આવ્યું છે. આમાં મૃત્યુ અને તેના પછી પણ આત્મા અને પુનર્જન્મની યાત્રા કહેવામાં આવી છે. જોકે ગરુડ પુરાણ માં મૃત્યુને સંકેતોને લઈને જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે તમારા માટે જાણવું જરૂરી છે.
ગરુડ પુરાણ મુજબ મૃત્યુના સંકેતો
મૃત્યુના કેટલાક મહિના પહેલા તેના શરીરના ઘણા ભાગો પર તેની અસર દેખાવા લાગે છે. વ્યક્તિની જીભ કામ કરવાનું બંધ કરી દે છે, તે સ્વાદ ગુમાવવા લાગે છે. બોલવામાં તકલીફ પડે છે.
મૃત્યુ પહેલા વ્યક્તિના શરીરમાં સહેજ પીળાશ અથવા સફેદી દેખાવા લાગે છે. એવું લાગે છે કે, તેના શરીરમાં લોહી ઓછું થઈ રહ્યું છે.
મરનાર વ્યક્તિ તેનો પડછાયો દેખાવાનું બંધ થઈ જાય છે. જ્યારે આવું થાય છે, ત્યારે તે એક સંકેત છે કે, વ્યક્તિ મૃત્યુની ખૂબ નજીક છે.
જો કોઈપણ વ્યક્તિ મૃત્યુની નજીક છે, તો વ્યક્તિ સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ દેખાવાનું પણ બંધ થઈ જાય છે.
આ સિવાય મૃત્યુના થોડા સમય પહેલા વ્યક્તિના શરીરમાંથી અજીબ ગંધ પણ આવવા લાગે છે.
ગરુડ પુરાણ અનુસાર મૃત્યુના 24 કલાક પહેલા વ્યક્તિને અરીસામાં પોતાનો ચહેરો પણ નથી દેખાતો. આ સાથે તેલ કે પાણીમાં પણ તેને પોતાનો ચહેરો દેખાતો નથી.
મૃત્યુના 2-3 દિવસ પહેલા, વ્યક્તિ તેની આસપાસ અદ્રશ્ય શક્તિઓની હાજરી અનુભવવા લાગે છે. યમરાજના દૂત તેને દેખાવા લાગે છે. તે પોતાની નજીક ઉભેલા લોકોને પણ જોતો નથી કારણ કે તે યમરાજના દૂતોને જોઈને ડરી જાય છે.