નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષાદળોની કડક પકડ હવે તેની અસર દેખાઈ રહી છે. અત્યાર સુધીમાં માત્ર જૂન મહિનામાં જ સુરક્ષા દળોએ કાશ્મીર ખીણમાં અલગ-અલગ એન્કાઉન્ટરમાં 18થી વધુ આતંકવાદીઓને ઠાર કર્યા છે. બીજી તરફ, આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં, સુરક્ષા દળોએ કાશ્મીર ઘાટીમાં વિવિધ આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા લગભગ 111 આતંકવાદીઓને ઠાર કર્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં સુરક્ષા દળોએ શોપિયાં, કુલગામ અને અનંતનાગમાં એન્કાઉન્ટરમાં છ આતંકવાદીઓને ઠાર કર્યા છે. જેમાં કુલગામમાં બેંક મેનેજર વિયજ કુમારની હત્યામાં સંડોવાયેલા આતંકવાદીઓ, કુલગામમાં જ હિન્દુ શિક્ષક રજની બાલાની હત્યામાં સંડોવાયેલા આતંકવાદીઓનો સમાવેશ થાય છે.
આઈજીપીએ કહ્યું કે જુનૈદ સાથે માર્યો ગયેલો બીજો આતંકી બાસિત ભટ છે. તેણે ઓગસ્ટ 2021માં અનંતનાગમાં ભાજપના સરપંચ રસૂલ ડાર અને તેની પત્નીની હત્યા કરી હતી. જુનૈદની હત્યા હિઝબુલ મુજાહિદ્દીન આતંકી સંગઠન માટે મોટો ફટકો છે. આ ટોચનો આતંકવાદી A+ શ્રેણીનો આતંકવાદી હતો. આઈજીપીએ કહ્યું કે જુનૈદ વર્ષ 2018થી જ્યારે બાસિત જુલાઈ 2021થી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય હતો. પોલીસ લાંબા સમયથી બંનેને શોધી રહી હતી. આતંકવાદીઓ સામે સુરક્ષા કર્મચારીઓએ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં અનેક આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યાં હતા. ટાર્ગેટ કિલીંગના બનાવોમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં વધારો થયો છે. જેથી કાશ્મીરી પંડિત અને બિન કાશ્મીરીઓમાં રોષ ફેલાયો છે. ચાલુ મહિનામાં સુરક્ષા કર્મચારીઓએ 18 જેટલા આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યાં છે.