- PM મોદીએ તેમની માતાનો 100મો જન્મદિવસ ઉજવ્યો
- પીએમએ માતા ની કરી પૂજા-અર્ચના
- ભેટમાં આપી શાલ
અમદાવાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનો આજે સોમો જન્મદિવસ છે.પીએમ મોદી તેમની માતાના સોમા જન્મદિવસના ખાસ અવસર પર ગુજરાતની મુલાકાતે છે.પીએમ મોદીએ ગાંધીનગર પહોંચીને માતાના આશીર્વાદ લીધા અને તેમની પૂજા-અર્ચના પણ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાના પગ ધોયા અને ભેટમાં શાલ પણ આપી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મા ની પૂજા-અર્ચના કરી તેમના આશીર્વાદ લીધા હતા.વડાપ્રધાન મોદી પણ માતાના પગ પાસે બેસીને તેમની સાથે વાત કરતા જોવા મળ્યા હતા.આ પહેલા પીએમ મોદીના માતા હીરાબેન તેમના સોમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે તે પ્રસંગે તેમના ઘરે વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
PM મોદીના ભાઈએ ઘરમાં વિશેષ પૂજા કર્યા બાદ હાજર તમામ લોકોના મોં મીઠા કરાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમની માતાના સોમા જન્મદિવસે પાવાગઢ જશે.પીએમ મોદી પાવાગઢ પહોંચ્યા બાદ માતા કાલીનું પૂજન કરવાનો પણ કાર્યક્રમ છે.
પીએમ મોદીને પાવાગઢના કાલી મૈયામાં અતૂટ શ્રદ્ધા છે અને આ જ કારણ છે કે તેઓ તેમની માતાના સોમાં વર્ષમાં પ્રવેશ કરવાના વિશેષ અવસર પર પ્રાર્થના કરવા અહીં પહોંચ્યા છે.
આજે પાવાગઢ મંદિરના શિખર પર ધ્વજારોહણ પણ થશે.એવું કહેવામાં આવી રહ્યું છે કે,500 વર્ષ પછી એવો પ્રસંગ આવ્યો છે, જ્યારે મંદિરની ટોચ પર ધ્વજ ફરકાવવામાં આવશે.આ મંદિરનો ઈતિહાસ ઘણો જૂનો છે.પાવાગઢના મંદિરમાં માત્ર મા કાલીનાં જ દર્શન થાય છે. અહીં પહોંચવા માટે પહેલા રોપ-વેનો સહારો લેવો પડે છે અને ત્યારબાદ 250 પગથિયાં ચડવા પડે છે.