બાંગલા દેશના વિદેશમંત્રી ત્રણ દિવસના ભારતના પ્રવાસે -આજે મંત્રી એસ જયશંકરને મળશે,સોમવારના રોજ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સાથે કરશે મુલાકાત
- બાંગલા દેશના વિદેશમંત્રી ત્રણ દિવસના ભારતના પ્રવાસે
- આજે મંત્રી એસ જયશંકરને મળશે
દિલ્હીઃ- દેશભરના મંત્રીઓ નેતાઓ ભારતીની મુલાકાતે આવતા હોય છે ત્યારે હવે આ શ્રેણીમાં બાંગલાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમેન ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે ભારત આવ્યા છે. રવિવારે તેઓ ભારત-બાંગ્લાદેશ જોઈન્ટ કન્સલ્ટેટિવ કમિશનની બેઠકના 7મા રાઉન્ડમાં ભાગ લેશે અને વિદેશ મંત્રી એસ. જયશંકરને મળશે. સોમવારે તેઓ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને મળશે અને પછી બાંગ્લાદેશ જવા રવાના થશે.
આ દરમિયાન બન્ને દેશોના હિત માટેના મુદ્દાઓ સહીત જેસીસી કોવિડના પગલે સહકાર, સરહદ વ્યવસ્થાપન અને સુરક્ષા, વેપાર અને રોકાણ, કનેક્ટિવિટી, ઉર્જા, જળ સંસાધનો, વિકાસ ભાગીદારી અને પ્રાદેશિક અને બહુપક્ષીય મુદ્દાઓ સહિત દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર સ્તરની સમીક્ષા કરવામાં આવશે
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કરીને જણા્વ્યું હતું કે બાંગ્લાદેશના વિદેશ મંત્રી ડૉ. એકે અબ્દુલ મોમેનને તેમની દિલ્હી મુલાકાત પર હાર્દિક અભિનંદન. તેઓ આવતીકાલે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે સંયુક્ત સલાહકાર પંચની સાતમી બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. બંને મંત્રીઓ જેસીસીના સહ અધ્યક્ષ રહેશે.
ઉલ્લેખનીય છે કે વિતેલા મહિનામાં પમ બાંગલાદેશના વિદેશમંત્રી એશિયન સંગમ રિવર સમિટ-2022 દરમિયાન, ગુવાહાટીમાં નેચરલ એલાઈઝ ઈન ડેવલપમેન્ટ એન્ડ ઈન્ટરડિપેન્ડન્સ હેઠળ મંત્રીલ એસ જયશંકરને મળ્યા હતા અને અનેક મુદ્દાઓ પર વાતચીત થઈ હતી .