પીએમ મોદીએ લોકોને સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગાભ્યાસ કરવા અપીલ કરી
- 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થશે ઉજવણી
- સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગાભ્યાસ કરવા અપીલ
- પીએમ મોદીએ લોકોને કરી અપીલ
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે,વર્તમાન યુગમાં જ્યારે બિન-સંચારી અને જીવનશૈલી સંબંધિત બિમારીઓ વધી રહી છે ત્યારે યોગ વધુ મહત્વપૂર્ણ બની ગયો છે.મોદીએ લોકોને સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગાભ્યાસ કરવા અપીલ કરી છે. તેમણે યોગ પર એક વીડિયો પણ શેર કર્યો છે.
વડાપ્રધાનએ ટ્વિટ કર્યું કે,”યોગનું મહત્વ વર્તમાન યુગમાં વધુ બને છે જ્યારે બિન-સંચારી અને જીવનશૈલી સંબંધિત બિમારીઓ ખાસ કરીને યુવાનોમાં વધી રહી છે.સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગનો અભ્યાસ કરો.”
વર્તમાન સમયમાં યોગનું મહત્વ વધી જાય છે, જ્યાં ખાસ કરીને યુવાઓમાં બિન ચેપી અને જીવનશૈલી આધારિત બીમારીઓ વધી રહી છે. સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગાભ્યાસ કરો.https://t.co/UESTuNybNm
— Narendra Modi (@narendramodi) June 19, 2022
હાલના સમયમાં શરીરને ફિટ અને તંદુરસ્ત રાખવા માટે એક્સરસાઈઝ ખૂબ જરૂરી છે. કોરોનાએ લોકોને ફિટનેસનું મહત્વ સમજાવ્યું છે. યોગ શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો છે. તેનો અર્થ જોડાવા અથવા એક થવાનો છે. યોગએ શરીર અને ચેતનાનું મિશ્રણ છે. તે રોજિંદા જીવનમાં સંતુલિત જીવનશૈલી જાળવે છે.આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે 21 જૂને વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે,જેની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ રાખવા માટેનું એક વિશેષ કારણ એ છે કે આ તારીખ સૌથી લાંબો દિવસ છે, તેથી તેનું વિશિષ્ટ મહત્વ છે.