- સ્પાઈસ જેટની પટના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
- 185 યાત્રીઓના જીવ બચ્યા
- એન્ડિનમાં આગ લાગવાની બની ઘટના
પટનાઃ-બિહારની રાજધાની પટનામાં વિમાનની એક મોટી દુર્ઘટના ટળી છે,આ ઘટના ત્યારે બની જ્યારે સ્પાઈસ જેટના વિમાનનું એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
આ ઘટનાના મામલસે જણાવવામાં આવી રહ્યું છે કે ફ્લાઈટના ટેકઓફ બાદ એન્જિનમાં આગ લાગી હતી, જે બાદ ફ્લાઈટનું એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ફ્લાઇટમાં 185 મુસાફરો હતા, બધા સુરક્ષિત છે.
પાયલોટની બુદ્ધિમત્તાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. એરપોર્ટના અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હી જતી સ્પાઈસજેટની ફ્લાઈટ તેના એન્જિનમાં નિષ્ફળતા બાદ પટના એરપોર્ટ લેન્ડિંગ કરાવ્યું હતું.અધિકારીઓના જણાવ્યા અનુસાર તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ પ્લેન ટેક ઓફ કરી રહ્યું હતું ત્યારે એન્જિનમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડ અને ફાયર બ્રિગેડને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા છે.
પટનાના ડીએમ ચંદ્રશેખર સિંહે જણાવ્યું કે પ્લેનમાં આગની જાણકારી સ્થાનિક લોકોએ આપી હતી. આ પછી પ્લેનને એરપોર્ટ પર પરત બોલાવવામાં આવ્યું હતું. તમામ મુસાફરો સુરક્ષિત છે. ટેક્નિકલ ખામીના કારણે પ્લેનમાં આગ લાગી હતી. એન્જિનિયરોની ટીમ વધુ તપાસ કરી રહી છે.
સ્થાનિકોના કારણએ મોટી દૂર્ઘટના ટળી
સ્થાનિક લોકોએ પહેલા વિમાનમાં આગની જાણ કરી અને ત્યારબાદ જિલ્લા અને એરપોર્ટ ઓથોરિટીને જાણ કરવામાં આવી. આ પછી દિલ્હી જતી ફ્લાઈટને પટના એરપોર્ટ પર પાછી લેન્ડ કરવામાં આવી છે. તમામ 185 મુસાફરોને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે ફુલવારી શરીફમાં લોકોએ પ્લેનમાંથી ધુમાડો નીકળતો જોયો હતો. તરત જ આ જાણકારી એરપોર્ટ ઓથોરિટીને આપવામાં આવી, ત્યારબાદ પટનાથી દિલ્હી જઈ રહેલા સ્પાઈસ જેટના વિમાનનું તાત્કાલિક લેન્ડિંગ કરવામાં આવ્યું.