1. Home
  2. ગુજરાતી
  3. તિયાનમેન ચોક નરસંહાર: જ્યારે વિદ્યાર્થીઓ પર ચીનમાં વરસાવવામાં આવેલી ગોળીઓ, ચડાવી ટેંક
તિયાનમેન ચોક નરસંહાર: જ્યારે વિદ્યાર્થીઓ પર ચીનમાં વરસાવવામાં આવેલી ગોળીઓ, ચડાવી ટેંક

તિયાનમેન ચોક નરસંહાર: જ્યારે વિદ્યાર્થીઓ પર ચીનમાં વરસાવવામાં આવેલી ગોળીઓ, ચડાવી ટેંક

0
Social Share

4 જૂનના રોજ તિયાનમેન ચોક નરસંહારને 30 વર્ષ પૂરાં થયાં છે. ત્રીસ વર્ષ પહેલા 4 જૂન, 1989ના રોજ કોમ્યુનિસ્ટ પાર્ટીના ઉદારવાદી નેતા હૂ યાઓબેંગના મોત વિરુદ્ધ હજારો વિદ્યાર્થીઓ તિયાનમેન ચોક પર પ્રદર્શન કરી રહ્યા હતા. ચોક પર જમા લોકતંત્ર સમર્થકો પર ચીની સરકારના સૈન્યએ કાર્યવાહી કરી. 3 અને 4 જૂનની મધ્યરાત્રિએ સેનાએ પ્રદર્શનકારીઓ પર ફાયરિંગ કર્યું. સેનાએ તેમના પર ટેંક ચડાવી દીધી હતી. ચીની લોકો કહે છે કે આ ઘટનામાં 3000 લોકો માર્યા ગયા હતા, જોકે ચીની સરકાર કહે છે કે 200થી 300 લોકો માર્યા ગયા હતા, જ્યારે યુરેપીય મીડિયાએ 10 હજાર લોકોના નરસંહારની આશંકા દર્શાવી હતી.

30મી વરસીને ધ્યાનમાં રાખીને બેઇજિંગમાં સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. તિયાનમેન ચોક પર પોલીસ જવાન પહેરો ભરી રહ્યા છે. સેના પણ તહેનાત છે જેથી પ્રદર્શનકારીઓને અટકાવી શકાય. હકીકતમાં આ ઘટના પછીથી ચીની સરકારની વૈશ્વિક સ્તરે કડક ટીકા થઈ. ત્યારબાદથી અત્યાર સુધી ચીની સરકાર સતત સતર્કતા રાખે છે. તેઓ તિયાનમેન ચોક પર નરસંહાર સાથે સંકળાયેલા કોઈપણ પ્રકારનું મેમોરિયલ નથી બનવા દેતા.

ચીની રક્ષામંત્રી બોલ્યા- તિયાનમેન પર થયેલી કાર્યવાહી યોગ્ય

ચીનના સંરક્ષણ મંત્રી જનરલ વેઈ ફેંગહેએ કહ્યું કે 1989માં તિયાનમેન ચોક પર કરવામાં આવેલી કાર્યવાહી યોગ્ય નીતિ હતી. જનરલ વેઈ ફેંગહેએ કહ્યું કે તે ઘટના એક રાજકીય અસ્થિરતા હતી. કેન્દ્ર સરકારે સંકટને રોકવા માટે કડક પગલાં ભર્યા હતા. જોકે, દુનિયાભરના રક્ષામંત્રીઓએ વેઈને પૂછ્યું કે કેમ અત્યારે પણ ચીનના લોકો એમ કહે છે કે ચીનની સરકારે ઘટનાને યોગ્ય રીતે સંભાળી નહીં.

તિયાનમેન ચોક નરસંહાર સાથે સંકળાયેલા પુરાવાઓ શોધી-શોધીને નષ્ટ કરી રહ્યું છે ચીન
ચીન તિયાનમેન ચોક નરસંહાર સાથે સંકળાયેલા તમામ પુરાવાઓ નષ્ટ કરી રહ્યું છે. ટોરન્ટો યુનિવર્સિટી અને હોંગકોંગ યુનિવર્સિટીના આ વર્ષે એક સર્વે રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. તે અનુસાર ચીનની સરકાર આ ઘટના સાથે સંકળાયેલા 3200થી વધુ પુરાવાઓને નષ્ટ કરી ચૂકી છે. કેટલાકને સેન્સર કરી દેવામાં આવ્યા છે. ચોક પર જો કોઈ વિદેશી અને ચીની મીડિયાનો વ્યક્તિ તરીકે ઓળખાય તો તેને તે ઝોનમાં નથી જવા દેવામાં આવતો.

ટેંકમેનની તસવીરને કહેવામાં આવ્યું- લોકતંત્રની દેવી

આ ઘટના દરમિયાન તિયાનમેન ચોક તરફ વધી રહેલી પીપલ્સ લિબરેશન આર્મીની ટેંકોને અટકાવતા વ્યક્તિની તસવીર 4 જૂન, 1989ના રોજ એક ફોટોગ્રાફરે ખેંચી લીધી. આ તસવીરને ગોડેસ ઑફ ડેમોક્રસી (લોકતંત્રની દેવી) કહેવામાં આવે છે. આ તસવીરને ‘ટેંક મેન’ નામથી પણ ઓળખવામાં આવે છે.

હકીકતમાં શું છુપાવી રહ્યું છે ચીન, કેમ નથી જણાવતું કત્લેઆમની કહાણી

1989ના મે મહિનાના છેલ્લા બે દિવસ અને જૂનના શરૂઆતના 4 દિવસોને ચીનમાં લોકતંત્રની સ્થાપના સાથે જોડવામાં આવે છે. જોકે, 1949માં જ ચીનમાં છેડાયેલા ગૃહયુદ્ધમાં કોમ્યુનિસ્ટ પાર્ટીએ જીત હાંસલ કરીને અધ્યક્ષ માઓત્સે તુંગના નેતૃત્વમાં પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇનાની સ્થાપના કરી હતી, પરંતુ આ સરકારથી લોકો નારાજ હતા.

ચીની નેતાના મોત પછી ગૃહયુદ્ધ સુધી પહોંચી ગયું હતું ચીન

ચીની સરકારથી નાખુશ લોકો દબાયેલા અવાજમાં તેનો વિરોધ કરી રહ્યા હતા, પરંતુ મેમાં હૂ યાઓબેંગનું મોત થઈ ગયું. તેને હત્યા માનીને વિદ્યાર્થીઓ સહિત હજારો લોકો રસ્તાઓ પર ઉતરવા લાગ્યા. પછી તિયાનમેન ચોક પર વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. ત્રણ દિવસમાં જ ચોક પર હજારો વિદ્યાર્થીઓ પહોંચી ગયા. આંદોલને મોટું સ્વરૂપ લીધું. ચોક પર આવનારા પ્રદર્શનકારીઓ સતત સંસ્થાગત ભ્રષ્ટાચારને ખતમ કરવાની માંગ કરી રહ્યા હતા.

વિદ્યાર્થીઓએ લોકતંત્રની મૂર્તિ સ્થાપિત કરી દીધી

30 મેના રોજ તિયાનમેન ચોક પર વિદ્યાર્થીઓએ લોકતંત્રની મૂર્તિ સ્થાપિત કરી દીધી. આ મૂર્તિની ચર્ચા ચિંગારીની જેમ આખા દેશમાં ફેલાઈ. ત્યારબાદ આખા દેશમાં તેનો વિરોધ થવા લાગ્યો. 2 જૂનની મોડી રાતે કોમ્યુનિસ્ટ પાર્ટીએ માર્શલ લૉ લાગુ કરી દીધો. 3 જૂનની રાતથી જ ચોકમાંથી હજારો વિદ્યાર્થીઓને હટાવવાનું અભિયાન શરૂ થઈ ગયું. 4 જૂન, 1989ના રોજ દેંગ જિયાંગપિંદ અને બીજા નેતાઓએ સેનાને આદેશ આપ્યો કે ચોકને સંપૂર્ણપણે ખાલી કરાવી લેવામાં આવે. પ્રદર્શનકારીઓએ ચોક છોડવાની ના પાડી દીધી. જ્યારે પ્રદર્શનકારીઓ ચોકથી હટ્યા નહીં ત્યારે સેનાએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. પ્રદર્શનકારીઓને હટાવવા માટે ચીની સેના મિલિટ્રી ટેંક લઇને પહોંચી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code