પીડીએફ ફાઈલ લોકો એડોબ સોફ્ટવેરનો ઉપયોગ આજના સમયમાં સૌથી વધારે કરી રહ્યા છે. પણ હવે જાણકારી અનુસાર આ તમામ લોકોએ હવે ચેતી જવાની જરૂર છે જે લોકો આ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે.
જાણકારી અનુસાર ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ Adobeના સોફ્ટવેર સ્યુટમાં બગ સંબંધિત ચેતવણી જાહેર કરી છે. આ ખતરનાક બગ એડોબ સોફ્ટવેર દ્વારા તમારી સિસ્ટમમાં ઘૂસી શકે છે. હેકર્સ તમારી સિસ્ટમની મેમરી સાથે ચેડા કરતી વખતે ડેટા લીક પણ કરી શકે છે. તેથી, તમારે હાલના Adobe સોફ્ટવેરને તાત્કાલિક અપડેટ કરવું જોઈએ.
આજના સમયમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરતા પહેલા દરેક લોકો પાસે પૂરતા પ્રમાણમાં તેના વિશે જાણકારી હોવી જોઈએ. કારણ કે વાત એવી છે કે દરેક પ્રકારની એપ્લિકેશન અને સોફ્ટવેર આજના સમયમાં હેક થવા સામાન્ય વસ્તુ થઈ ગઈ છે.
CERT-Inની ચેતવણી અનુસાર, Adobeના ઘણા સોફ્ટવેરમાં આ બગ જોવા મળ્યો છે. તે એટલું ખતરનાક છે કે હેકર્સ તમારી સિસ્ટમમાં ઈચ્છે તેવી ફાઈલ બનાવી શકે છે અને ઈચ્છે તેવા કોડનો ઉપયોગ કરી શકે છે. હેકર્સ તમારી સિસ્ટમની મેમરી પણ લીક કરી શકે છે. આ ખતરનાક બગ એડોબના InDesign, InCopy, Illustrator, Bridge, Animate અને RoboHelp જેવા સોફ્ટવેર પર હુમલો કરે છે. નીચે અમે તમને Adobe સોફ્ટવેરના ચોક્કસ વર્ઝન વિશે જણાવી રહ્યા છીએ, જે નવા બગથી પ્રભાવિત છે.
બગ સાથે જોડાયેલી ચેતવણીઓ અનુસાર, ખોટા ઇનપુટ વેલિડેશન, ખોટી ઓથરાઈજેશન, બફર-આધારિત બફર ઓવરફ્લો, આઉટ-ઓફ-બાઉન્ડ્સ રાઈટસ, આઉટ-ઓફ-બાઉન્ડ્સ રીડ વગેરેને કારણે એડોબના સોફ્ટવેરમાં એક ખતરનાક બગ નોક આવ્યો છે. આ ખતરનાક બગ તમારી સિસ્ટમ અને ફાઈલો માટે મોટો ખતરો પેદા કરી શકે છે. તેથી, તેને તાત્કાલિક અટકાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.