1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ- વરસાદની સિઝનમાં બનાવો બટાકા અને કેપ્સિકમના આ ગરમા ગરમ ભજીયા
કિચન ટિપ્સઃ- વરસાદની સિઝનમાં બનાવો બટાકા અને કેપ્સિકમના આ ગરમા ગરમ ભજીયા

કિચન ટિપ્સઃ- વરસાદની સિઝનમાં બનાવો બટાકા અને કેપ્સિકમના આ ગરમા ગરમ ભજીયા

0
Social Share

હવે વરસાદની સિઝન શરુ થી ચૂકી છે સાંજ પડતાની સાથે જ નાસ્તામાં કંઈક ગરમાગરમ ખાવાનું મન થાય છે તો આજે વાત કરીશું કેપ્સિકમ અને બટાકાના પકોડાની.

સામગ્રી

પકોડાનું ખીરું બનાવા માટે

  • 3 કપ બેસન
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 2 ચપટી સોડાખાર
  • જરુર પ્રમાણે હરદળ
  • 1 ચમચી લીલા મરચાની પેસ્ટ

ખીરું બનાવાની રીત – એક મોટા બાઉલમાં બેસનને ચારણી વડે ચારીલો, હવે તેમાં મીઠું ,મરચાની પેસ્ટ હરદળ અને સોડાખાર નાખીને ઘીરે ઘીરે પાણી એડ કરતા જાવ અને બરાબર મિક્સ કરતા જાવ આમ આ રીતે કેપ્સિકપ પર ચોંટી જાય તેવું ઘટ્ટ ખીરું તૈયાર કરીલો, હવે આ ખીરા પર ઢાંકણ ઢાકીને રહેવાદો.

સ્ટફિંગની સામગ્રી

  • 2 નંગ – કેપ્સિકમ મરચા
  • 4 નંગ – બાફેલા બટાકા( કોરા કરીને મેશ કરીલો)
  • 1 ચમચી – વરિયાળી
  • 1 ચમચી – સુકાધાણા
  • 2 ચમચી લીલા મરચા કતરેલા
  • સ્વાદ પ્રમાણે – મીઠું
  • 1 ચમચી – ચિલી ફ્લેક્શ
  • 2 ચમચી – લીલા ઘાણા

હવે પહેલા તો કેપ્સિકમ મરચાને પાણીવડે બરાબર ઘોઈલો અને તેની ઉપરનું ડિચૂં કાઢીને અંદરથી બધો બી કાઢીલો, હવે એક કેપ્સિકમ મચમાંથી ઓછામાં ઓછી 4 રિંગ કટ કતરીલો,

હવે સ્ટફિંગ બનાવાની રીત

એક બાઉલમાં બટાકા મેશ કરેલા લો, તેમાં મીઠું, હરદળ,ચીલી ફ્લેક્સ વરિયાળી અને સુકા ઘાણા(બન્નેને ખાંડણીમાં વાટીલેવા) અને લીલા ઘાણા એડ કરો હવે આ સ્ટફઇંગને બરાબર મિક્સ કરીવલો. ત

હવે એક કઢાઈમાં તેલ ગરમ થવા રાખી દો

હવે જે કેપ્સિકમની રિંગ તૈયાર કરી છે તેમાં બટાકાનું આ સ્ટફિંગ ભરો અને આ રીતે બધીજ કેપ્સિકમની રિંગમાં બટાકાનો મસાલો ભરી દો .

હવે બેસનના ખીરામાં કેપ્સિકમને બોળીને ભર તેલમાં તળી લો, તૈયાર છે કેપ્સિકમ બટાકાના પકોડા જે તમે સોસ કે ચટણી સાથે સર્વ કરી શકો છો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code