1. Home
  2. ગુજરાતી
  3. ફોનમાં પીડીએફ ફાઇલ કેવી રીતે બનાવી શકાય ?,આ રહી રીત
ફોનમાં પીડીએફ ફાઇલ કેવી રીતે બનાવી શકાય ?,આ રહી રીત

ફોનમાં પીડીએફ ફાઇલ કેવી રીતે બનાવી શકાય ?,આ રહી રીત

0
Social Share

વિદ્યાર્થીઓ હોમ વર્કના ફોટો હોઈ કે અગત્યના દસ્તાવેજો વારંવાર એક-એક પેઇઝ મોકલીને કંટાળી ગયા છે.તો આવી સ્થિતિમાં તેઓ માટે અગત્યની ફાઈલ છે,જેમાં તેઓ ફોટાને પીડીએફમાં કન્વર્ટ કરી શકે છે.આમ,કોઈને પણ મોકલવું સરળ રહેશે.આ સુવિધા એન્ડ્રોઈડ અને આઈફોન બંને પર ડોક્યુમેન્ટ્સની ફાઈલ બનાવી શકાય છે.તો જાણો તેને બનાવવાની સરળ રીત વિશે.

ફોનમાં પીડીએફ ફાઇલ કેવી રીતે બનાવી શકાય છે ?

સૌથી પહેલા ગૂગલ ડ્રાઇવ એપ ઓપન કરો.નીચે જમણી બાજુએ Addનું એક બટન હશે, તેના પર ટેપ કરો. ‘સ્કેન’ પર ટેપ કરો.તમે જે ડોક્યુમેન્ટને સ્કેન કરવા માંગો છો તેનો ફોટો લો.આ પછી, સ્કેન એરિયાને સ્કેન કરો, પછી તેને Crop કરો.ફરીથી ફોટો લો, પછી વર્તમાન પેજ પર Re-scan કરો.પછી બીજા પેજને પણ સ્કેન કરો, પછી એડ પર ટેપ કરો.ડોક્યુમેન્ટને ફરીથી સેવ કરવા માટે ડન પર ટેપ કરો.iOS પર PDF ફાઇલ કેવી રીતે બનાવવી.iPhone અથવા iPad પર Notes ખોલો.નવી નોંધ બનાવો અથવા તેમાં દસ્તાવેજ ઉમેરવા માટે હાલના Doc પર ટેપ કરો.સ્ક્રીનની નીચે અથવા કીબોર્ડની ઉપર કેમેરા બટન પર ટેપ કરો.Scan Documents પર ટેપ કરો.તમે જે દસ્તાવેજને સ્કેન કરવા માંગો છો તેને લાઇન-અપ કરો.જો સ્કેનર આપમેળે દસ્તાવેજને સ્કેન કરતું નથી, તો શટર બટનને ટેપ કરો.તમે સ્કેન કરવા માંગો છો તે દરેક દસ્તાવેજ માટે આ સ્ટેપ્સ રિપીટ કરો.બધા જરૂરી પેજને સ્કેન કર્યા પછી, સેવ પર ટેપ કરો.તમે ઑનલાઇન PDF પણ બનાવી શકો છો

જો તમને ઉપરોક્ત સ્ટેપ્સમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે અથવા તે પદ્ધતિને સમજાતું નથી, તો તમે ઑનલાઇન દ્વારા પણ કોઈપણ દસ્તાવેજ બનાવી શકો છો. આ માટે ઘણી વેબસાઈટ ઓનલાઈન છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code