ભાવનગર: ફાયરસેફ્ટીના સાધનો ન હોવાના કારણે 100 દૂકાનો બે કલાક માટે સિલ
- બિઝનેસ સેન્ટરની 100થી વધુ દુકાનોને સિલ ઠપકાર્યા
- એક સાથે 100થી વધુ દુકાનો – ઑફીસૉને સીલ કરતાં હોબાળો
- દુકાનધારકોએ ખાત્રી આપતાં મામલો થાળે પડ્યો
ભાવનગર: શહેરની વચ્ચોવચ્ચે આવેલા રુપમ ચોક સ્થિત બિઝનેસ સેન્ટરમાં ફાયરબ્રિગેડનો મોટો કાફલો આવી ચડ્યો હતો અને એક બાદ એક 100 થી વધુ દુકાનોને સીલ કરવામાં આવી હતી.આ કામગીરીને પગલે દુકાન ધારકોએ હોબાળો મચાવ્યો હતો , પરંતુ મક્કમ તંત્રએ કાર્યવાહી શરૂ રાખી હતી. જોકે, વેપારીઓએ બોન્ડ પર ખાતરી આપતા ફાયરબ્રિગેડે બે કલાક બાદ સીલ ખોલી આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, શહેર – જિલ્લામાં જુદા જુદા વાણિજ્યક એકમો શૈક્ષણિક સંસ્થાઓ સહિતનાં એકમોમાં સરકારનાં નિર્દેશ મુજબ ફાયરસેફ્ટી અને આપાતકાલિન સમયે ઉપયોગી ઉપ કરણો તથા વ્યવસ્થા ઉપલબ્ધ ન હોય એવાં એકમોને સીલ કરવાની કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે.
જો કે વેપારીઓએ તે વાતની પણ નોંધ લેવી જોઈએ કે જ્યારે પણ કોઈ દુર્ઘટના બને ત્યારે માલહાનીની સાથે જાનહાની થવાની પણ સંભાવના રહે છે જેના કારણે લોકોને જીવનભરની તકલીફ ભોગવવી પડતી હોય છે