વૃદ્ધ લોકો સાથે કરતા હતા છેતરપિંડી,જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે બે લોકોને દબોચ્યાં
જૂનાગઢ: આજના સમયમાં વૃદ્ધ લોકો તેવા લોકોને સૌથી સરળ અને મોટો ટાર્ગેટ હોય છે જેમને સાયબર ક્રાઈમ કરવો હોય છે. આવામાં જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા એવા બે લોકોને ધરપકડ કરવામાં આવી છે જે લોકો વૃદ્ધ લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી કરતા હતા.
જાણકારી અનુસાર બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા વૃદ્ધ લોકો સાથે છેતરપિંડી કરી પૈસા ઉપાડી લેતી આંધ્રપ્રદેશની ગેંગના બે શખ્સોને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા અને તેમની પાસેથી લગભગ 8 લાખ જેટલો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.
ગુજરાત રાજ્યના -૬ જીલ્લા અને અન્ય ૬ રાજ્યોના મળી કુલ ૫૧ ગુનાનો ભેદ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી દીધો હતો આ ગેંગના બે શખ્સો કર્ણાટક રાજ્યના પાસીંગની હોન્ડા કંપનીની લાલ કલરની સીવીઆર ફોર વ્હીલમાં જૂનાગઢ ખલીલપુર રોડની સિધ્ધી વિનાયક સોસાયટી નજીક ઉભેલ છે.તેવી હકિકત મળતા ટીમ સાથે રેઇડ કરી,આરોપી ક્રિષ્નામુર્થી રેફૈપ્પા નાગપ્પા સુનપુશેટી , મોહના વૅક્ટરમન ચીંથલાને ઝડપી લઇ બી ડિવિઝન પોલીસ મથકમાં સોંપ્યા હતા.