1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ નગરો-મહાનગરો- શહેરી વિકાસ સત્તામંડળોને વિકાસ કામો માટે રૂ. 5100 કરોડ ફાળવાશે
ગુજરાતઃ નગરો-મહાનગરો- શહેરી વિકાસ સત્તામંડળોને વિકાસ કામો માટે રૂ. 5100 કરોડ ફાળવાશે

ગુજરાતઃ નગરો-મહાનગરો- શહેરી વિકાસ સત્તામંડળોને વિકાસ કામો માટે રૂ. 5100 કરોડ ફાળવાશે

0
Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોના સુઆયોજિત સર્વગ્રાહી વિકાસ માટેની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ર૦રર-ર૩ના વર્ષ માટે 5100 કરોડ રૂપિયાની ફાળવણીનું આયોજન કર્યુ છે. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે આ સંદર્ભમાં મુખ્યમંત્રી સમક્ષ રજુ કરેલી વિસ્તૃત ફાળવણી આયોજન દરખાસ્તને તેમણે મંજૂરી આપી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ 5100 કરોડ રૂપિયાની રાશિ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ તથા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા મહાનગરો, નગરો અને શહેરી વિકાસ સત્તામંડળોને આપવાની પણ અનુમતિ આપી છે. તદ્દઅનુસાર, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડને રૂ. 3806 કરોડની રકમ રાજ્યના મહાનગરો, નગરો તથા સત્તામંડળોમાં વિવિધ જનહિત વિકાસ કામોના હેતુસર ઉપયોગમાં લેવા ફાળવવામાં આવશે અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનને રૂ. 1294 કરોડ ફાળવવામાં આવશે.

GMFB અને GUDMને ફાળવાનારી આ રકમમાંથી રાજ્યની મહાનગરપાલિકાઓને રૂ. 3345 કરોડ, નગરપાલિકાઓને રૂ. 1628 કરોડ તથા શહેરી વિકાસ સત્તામંડળોને રૂ. 127 કરોડની રકમ વિકાસ કામો માટે અપાશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર, વિવિધ આંતર માળખાકીય વિકાસ કામો માટે 8 મહાનગરપાલિકાઓને રૂ. 1917 કરોડ, નગર પાલિકાઓને રૂ. 379 કરોડ અને શહેરી વિકાસ સત્તામંડળોને રૂ. 72 કરોડ આપવાની જોગવાઇ સુનિશ્ચિત કરી છે.

મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે રૂ. 500 કરોડની ફાળવણી થશે તેમાંથી 8 મહાનગરપાલિકાઓને રૂ. 300 કરોડ અને નગરપાલિકાઓને રૂ. 200 કરોડ ફાળવવામાં આવશે. એટલું જ નહિ, ખાનગી સોસાયટી જનભાગીદારીના કામો માટે રૂ. 350 કરોડ અને આગવી ઓળખના કામો માટે 100 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. મહાનગરપાલિકા તથા નગરપાલિકા વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે ફલાય ઓવર બનાવવા માટે રૂ. 250 કરોડ ફાળવાશે.આ ઉપરાંત 8 મહાનગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તાર વિકાસ માટે રૂ. 238 કરોડની ફાળવણી થશે.

(PHOTO-FILE)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code