ઉદેપુરઃ રાજસ્થાનના ઉદેપુર શહેરમાં ધાનમંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માલદાસ સ્ટ્રીટમાં 3 વ્યક્તિઓએ એક યુવાનની સરાજાહેર હત્યા કરી હતી. પૈગમ્બર વિવાદમાં ફસાયેલા નુપુર શર્માના સમર્થનમાં મોબાઈલમાં સમર્થન કરવા મુદ્દે કટ્ટરવાદીઓએ હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. યુવાનના આઠ વર્ષના દીકરીએ સોશિયલ મીડિયા ઉપર નુપુર શર્માને સમર્થન આપતી પોસ્ટ મુકી હતી. આ ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. બીજી તરફ ઘટનાના વિરોધમાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યાં હતા. કટ્ટરપંથીઓએ કુખ્યાત આતંકવાદી સંગઠન આઈએસઆઈએસઆઈના મોડ્યુઅલ અનુસાર ગુનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળે છે.
રાજસ્થાનમાં કોંગ્રેસના મુખ્યમંત્રી અશોક ગહેલોતના શાસનમાં સલસલામતના દાવા કરવામાં આવી રહ્યાં છે. એટલું જ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કન્ટ્રોલમાં હોવાના મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ધાર્મિક મુદ્દે 3 કટ્ટરપંથી શખ્સોએ દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં ઘુસ્યા બાદ યુવાનની ઘાતકી હત્યા કરી હતી. એટલું જ નહીં હત્યારાઓએ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવીને શેયર કરીને મુસ્લિમ ધર્મ અને ધર્મગુરુ વિશે અયોગ્ય ભાષાનો ઉપયોગ કરનારને આવી જ સજા આપવાની ધમકી આપી હોવાનું જાણવા મળે છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બીજી તરફ સમગ્ર ઘટનાને પગલે હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે. જો કે, પોલીસ આરોપીઓનો વીડિયો હોવા છતા તેમને પકડવાને બદલે હિન્દુ સંગઠનોને સમજાવી રહી હોવાનું જાણવા મળે છે. ઉદેપુરમાં સરાજાહેર કટ્ટરપંથીઓ દ્વારા એક નિર્દોશની હત્યા ઘાતકી હત્યાને પગલે સીએમ અશોક ગહેલોત અને પોલીસની કામગીરી અનેક સવાલો ઉભા થયાં છે.
પોલીસની તપાસમાં મૃતકનું નામ કનૈયાલાલ હોવાનું ખૂલ્યું હતું. તેમજ તેમના આઠ વર્ષના દીકરાએ મોબાઈલથી નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી હતી. આ ઘટનાને પગલે હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે. રસ્તા ઉતરી પડેલા લોકોએ હત્યારાઓને ઝડપી લઈને આકરી સજા કરવાની માંગણી કરવાની સાથે તંત્રની સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
સમગ્ર ઘટના અંગે મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને સમગ્ર ઘટનાને દુઃખદ ગણાવી હતી. તેમજ કહ્યું હતું કે, આરોપીઓ સામે કઠોર કાર્યવાહી કરવામાં આવશે. તેમજ તેમણે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.