આ દેશમાં જોવા મળે છે અનોખી પરંપરા- બાળકના મૃત્યુબાદ તેને ઝાડના થડમાં દફનાવાય છે,જાણો તેના પાછળનું કારણ
- આ દેશમાં જોવા મળે છે અનોખી પરંપરા
- બાળકના મૃત્યુબાદ તેને ઝાડના થડમાં દફનાવાય છે,
- આમ બાળકને હંમેશા માટે પ્રકૃતિ સાથે જીવીત રાખવામાં આવે છે
વિશ્વભરમાં આપણે અજીબો-ગરિબ પરંપરા વિશે વાત કરી હશે, જો કે આજે કંઈક અનોખી પરંપરા વિશે જણાવીશું ,એક એવો દેશ છે જ્યાંની એક જાતિ આ પરંપરા આજે પણ નિભાવી રહી છે,તો ચાલો જાણીએ આ કઈ પરંપરા છે જે અનોખી છે
આ વાત છે ઈન્ડોનેશિયાના તાના તરોઝાની જ્યાં એક જૂથ અલગ પરંપરા નીચે જીવી રહ્યું છે,ઇન્ડોનેશિયામાં રહેતા જૂથમાં અહીં બાળકોના મૃત્યુ પછી લોકો તેમના મૃતદેહને ઝાડના થડમાં દાટી દેવા માં આવે છે. આ સ્થાન પર મૃતદેહને ઝાડની અંદર દફનાવવાની પરંપરા છે. આ જૂથના લોકો મૃતદેહને દફનાવવા માટે ઝાડના થડને પોલા કરે છે અને પછી મૃતદેહને તેમાં દફનાવે છે. અહીના લોકો શા માટે આવું કરે છે ચાલો જાણીએ.
ઈન્ડોનેશિયાના તાના તરોજામાં આ પરંપરાનું પાલન કરવામાં આવે છે જે ખૂબ જ વિચિત્ર છે. અહીંના રહેવાસીઓ સામાન્ય રીતે વડીલોના અંતિમ સંસ્કાર કરે છે, પરંતુ જ્યારે બાળકો મૃત્યુ પામે છે ત્યારે આ પરંપરાનું પાલન કરે છે.
ઈન્ડોનેશિયાના તાના તરોજામાં આ પરંપરાનું પાલન કરવામાં આવે છે જે ખૂબ જ વિચિત્ર છે. અહીંના રહેવાસીઓ વડીલોના અંતિમ સંસ્કાર સામાન્ય રીતે કરે છે, પરંતુ જ્યારે બાળકો મૃત્યુ પામે છે ત્યારે આ પરંપરાનું પાલન કરે છે.
આ પરંપરા તાના તરોજામાં અનુસરવામાં આવે છે જે ઇન્ડોનેશિયામાં મકાસરથી લગભગ 186 માઇલ દૂર સ્થિત છે. લોકો પોતાના બાળકોને ઝાડના થડમાં દાટી દે છે અને વૃક્ષને પોતાનું બાળક માને છે. વૃક્ષોની અંદરની ખાલી જગ્યા અહીં રહેતા લોકો દ્રારા બનાવવામાં આવે છે. તેઓ માને છે કે ભલે ભગવાને તેમની પાસેથી તેમનું બાળક છીનવી લીધું હોય, પરંતુ આ પરંપરાને કારણે તેમનું બાળક તેમનાથી દૂર નથી જતું. બાળકો હંમેશા તેમના માતાપિતા સાથે રહે છે.
બાળકોના મૃત્યુથી લોકો દુખી છે, પરંતુ તેઓ પોતાના બાળકને પ્રકૃતિ સાથે જોડી દે છે. લોકો તેમના બાળકને પ્રકૃતિ સાથે જોડીને ગર્વ અનુભવે છે. ઈન્ડોનેશિયાના આ વિસ્તારમાં બાળકોના મૃતદેહને દફનાવવા માટે લોકો આ પદ્ધતિ અપનાવે છે.જેથી બાળક પ્રકૃતિ સાથે હંમેશા જીવીત રહે.બાળકના મૃતદેહને દફનાવવા માટે લોકો ઝાડના થડને હોલો કરે છે. આ પછી બાળકના મૃતદેહને કપડામાં લપેટીને ઝાડના થડમાં મૂકી દેવામાં આવે છે. જેના કારણે મૃત શરીર ધીમે ધીમે કુદરતી રીતે વૃક્ષનો એક ભાગ બની જાય છે. લોકો કહે છે કે આવી દુનિયા છોડ્યા પછી તે હંમેશા વૃક્ષના રૂપમાં રહે છે.