- LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો
- આજથી ભાવમાં 198 રૂપિયાનો ઘટાડો
- જાણો નવા દર
મુંબઈ: જુલાઈ મહિનો મોટી રાહતના સમાચાર લઈને આવ્યો છે.દેશની મોટી ગેસ કંપનીઓએ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 198 રૂપિયાનો ઘટાડો કર્યો છે.આ ઘટાડો 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો છે, જ્યારે 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં આ ઘટાડા બાદ રાજધાની દિલ્હીમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 2,219 રૂપિયાથી ઘટીને 2021 રૂપિયા થઈ ગઈ છે.જૂન મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
તેલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 136 રૂપિયાનો ઘટાડો કર્યો છે. દિલ્હીમાં 14.2 કિલો નોન-સબસિડીવાળા સિલિન્ડરની કિંમત 1,003 રૂપિયા છે.મુંબઈમાં ઘરેલું કિચન સિલિન્ડરની કિંમત 1002.5 રૂપિયા છે. કોલકાતામાં તેની કિંમત 1,029 રૂપિયા છે, જ્યારે ચેન્નાઈમાં તેની કિંમત 1018.5 રૂપિયા છે.
આજથી 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 198 રૂપિયાનો ઘટાડો થયો છે.દિલ્હીમાં હવે 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર 2,021 રૂપિયામાં મળશે.અહીં કિંમતોમાં 198 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 182 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અહીં હવે કિંમત ઘટીને 2,140 રૂપિયા થઈ ગઈ છે. પહેલા તેની કિંમત 2,322 રૂપિયા હતી.
મુંબઈમાં તે હવે 2,171.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરથી ઘટીને 1,981 રૂપિયા પર આવી ગયો છે. અહીં કિંમતોમાં 190.5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે ચેન્નાઈમાં 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર હવે 2,186 રૂપિયામાં મળશે. પહેલા તેની કિંમત 2,373 રૂપિયા હતી. અહીં સિલિન્ડરની કિંમતમાં 187 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
એલપીજી સિલિન્ડરની કિંમત તપાસવા માટે તમારે સરકારી ઓઈલ કંપની IOCની વેબસાઈટ પર જવું પડશે.અહીં કંપનીઓ દર મહિને નવા દર જારી કરે છે. (https://iocl.com/Products/IndaneGas.aspx) આ લિંક પર તમે તમારા શહેરના ગેસ સિલિન્ડરની કિંમત ચકાસી શકો છો.