કસરત માટે દોડો છો? તો આ પ્રકારની ભૂલ ન કરતા
રેગ્યુલરપણે દોડવુ અથવા જોગિંગ કરવું તે શરીર માટે જરૂરી છે કારણ કે તેનાથી શરીર ફીટ, સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. મોટાભાગના લોકો કે જે શહેરમાં રહે છે તે લોકો ખાસ સવારે જોગિંગ માટે ટેવાયેલા હોય છે, પણ દોડતી વખતે લોકોએ આ પ્રકારની ભૂલ ન કરવી જોઈએ.
વાત એવી છે કે જે લોકો ફિટ રહેવા માટે વધુ દોડવાની ભૂલ કરે છે, તેમને શરીરમાં ઘણી સમસ્યાઓ થવા લાગે છે. સમસ્યાઓના કારણે આવી વ્યક્તિ પીડાથી પરેશાન રહે છે અને તે ચિડાઈ જાય છે.
આ ઉપરાંત જો શારીરિક પ્રવૃત્તિ વધુ કરવામાં આવે તો ભૂખ વધશે જ, પરંતુ જો દોડવાનું વધુ કરવામાં આવે તો આવી સ્થિતિમાં ભૂખ પણ મરી શકે છે. શરીરમાં આવતો થાક ભૂખને અસર કરે છે. તેવા ભૂખ ના લાગવી જેવી સમસ્યા સર્જાય છે. સાથે સાથે વધુ પડતુ દોડવાને કારણે તમારા સ્નાયુઓમાં ખેચની સ્થિતિ સર્જાઈ શકે છે. આ ખેચને કારણે પગમાં દુખાવો થાય છે અને જો તેનો ઈલાજ ન કરવામાં આવે તો બેસવામાં અને ઉભા થવામાં સમસ્યા થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે કસરત, યોગા અને દોડવું વગેરે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે પરંતુ જો તેમાં ભૂલો કરવામાં આવે તો તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે. ઘણી વખત લોકો ફિટ રહેવા માટે વધુ દોડે છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી.