અરે! મેથીના ઉપયોગથી પણ વાળનો કલર બદલી શકાય? જાણો
તે વાતમાં કોઈ શંકા નથી કે દરેક વ્યક્તિની પર્સનાલિટીમાં તેની હેરસ્ટાઈલ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. લોકો વાળને સારા રાખવા માટે મોટી સંખ્યામાં રકમ પણ ખર્ચ કરતા હોય છે પણ કેટલીકવાર તેમને યોગ્ય પરિણામ મળતું હોતું નથી પણ હવે તે લોકો મેથીનો ઉપયોગ કરીને પણ વાળને કલર કરી શકે છે અને પોતાના વાળને વધારે સ્ટાઈલીસ બનાવી શકે છે.
જો તમે મેથીના પાનનો હેર કલર સ્ટોર કરવા માંગતા હોવ તો મેથીને સૂકવીને તેમાંથી પાવડર બનાવી લો અને તેને ચુસ્ત ઢાંકણવાળા બોક્સમાં રાખો. ઉનાળામાં તમે મેથીના પાનમાંથી બનેલા આ પાવડરનો ઉપયોગ કરીને તમારા વાળને સરળતાથી કલર કરી શકો છો.
રીત એવી છે કે મેથીના પાનનો હેર કલર બનાવવા માટે તમારે તેમાં હીના પાવડર અને ઈન્ડિગો પાવડરની પણ જરૂર પડશે. આ માટે એક વાસણ લો અને મેથીના પાનને પીસીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને પલાળેલી મેંદીમાં ઉમેરીને મિક્સ કરો અને આ દરમિયાન તેમાં હેર કન્ડિશનર અને નારિયેળ તેલ ઉમેરો. હવે તેને ફરીથી બે કલાક માટે પલાળી રાખો.
મેથીના પાનમાંથી બનાવેલ હેર કલર લગાવતા પહેલા હેર કોમ્બિંગ કરો. હવે બ્રશની મદદથી વાળમાં હેર કલર લગાવો અને તેને સૂકવવા માટે છોડી દો. લગભગ 2 કલાક પછી માથું ધોઈ લો અને આ સમય દરમિયાન વાળમાં શેમ્પૂ કરો.