હળદર વાળું દૂધ જો વધારે પડતુ પીવામાં આવે તો થઈ શકે છે નુકશાન,જાણો તેના ગેરફાયદા
- વધારે પડતુ હરદળ વાળું દૂધ નુકશાન કારક
- વધુ હળદર ખાવાથી થઈ શકે છે પેટની સમસ્યા
આયુર્વેદમાં હળદરનો દવાની રીતે ઇપયોગ થાય છે. હીલિંગ ગુણધર્મોને લીધે, ખાસ કરીને હળદરનું દૂધ પીવાની ભલામણ કરવામાં આવે છે. હળદરને તેના એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મોને કારણે સ્વદેશી સુપરફૂડ પણ કહેવામાં આવે છે. પરંતુ, વધુ પડતી હરદળ ક્યારેક નકશાન પણ કરે છે, હળદર વાળું દૂધ જો અવાર નવાર પીવામાં આવે તો ઘણું નુકશાન થાય છે તો ચાલો જાણીએ વધારે પડતા હળદર વાળઆ દૂધ પીવાના ગેર ફાયદા વિશે
પેટ ખરાબ થાય છે
વધુ પડતું હળદરવાળું દૂધ પીવાથી પેટ ખરાબ થઈ શકે છે. હળદર શરીરને હૂંફ આપે છે, આવા કિસ્સામાં વધુ પડતા સેવનથી પેટમાં ખેંચાણ અને દુખાવો થવાની શક્યતા વધી જાય છે.
ઉબકા આવવા
હળદરમાં હાજર કર્ક્યુમિન એક સક્રિય સંયોજન છે જે પેટની સમસ્યાઓ વધારી શકે છે. જો હળદરવાળું દૂધ પીવામાં આવે તો લૂઝ મોશન અને ઉબકા આવવાની સમસ્યા થઈ શકે છે.આ સાથએ જ પેટમાં તથા પેશાબમાં બળતરા પણ થઈ શકે છે.
આયર્નની ઉણપ
હળદરના વધુ પડતા સેવનથી શરીરમાં આયર્નની ઉણપ થઈ શકે છે. હકીકતમાં, હળદર શરીરને આયર્નને શોષવામાં અવરોધે છે. તેથી હળદરવાળું દૂધ મર્યાદિત માત્રામાં પીવું જોઈએ અને હળદરનો ઉપયોગ ખોરાકમાં પણ ઓછો કરવો જોઈએ.
ગર્ભાવસ્થામાં
સગર્ભા સ્ત્રીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ ગર્ભાવસ્થા દરમિયાન હળદરવાળા દૂધનું સેવન ન કરે. આનાથી ગર્ભાશયમાં ખેંચાણ અને દુખાવો વધી શકે છે.