1. Home
  2. ગુજરાતી
  3. સરકારનો મહત્વનો નિર્ણય : 12થી 15% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટીમાંથી રાહત
સરકારનો મહત્વનો નિર્ણય : 12થી 15% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટીમાંથી રાહત

સરકારનો મહત્વનો નિર્ણય : 12થી 15% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટીમાંથી રાહત

0
Social Share

નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલા વધારાને પગલે વાહન ચાલકોની આર્થિક મુશ્કેલી વધી છે. વાહન ચાલકોને રાહત મળી રહે તે માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન નાણા મંત્રાલયે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને પ્રોત્સાહન આપવા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. હવે 12થી 15% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી ચૂકવવી પડશે નહીં. જેથી વાહન ચાલકોને આર્થિક ફાયદો થશે. તેમજ નાણાં મંત્રાલયએ પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણનું પ્રમાણ 2025-26 સુધીમાં 20% સુધી કરવાનું લક્ષ્‍ય રાખ્યું હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારતે તાજેતરમાં નિર્ધારિત લક્ષ્‍યાંકના પાંચ મહિના પહેલા 10 ટકા ઇથેનોલ મિશ્રણનો લક્ષ્‍યાંક હાંસલ કર્યો હતો. હવે આગળનું લક્ષ્‍ય 2025-26 સુધીમાં 20% સંમિશ્રણ છે. મહિનામાં સરકારે ઈંધણની છૂટક કિંમત ઘટાડવા માટે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. આ દરમિયાન સરકારના પ્રયાસોને કારણે પેટ્રોલના ભાવમાં 9 રૂપિયા સુધીની રાહત મળી છે. નાણા મંત્રાલયના નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, સરકારે પેટ્રોલ અને એટીએફની નિકાસ પર પ્રતિ લીટર 6 રૂપિયા અને ડીઝલની નિકાસ પર 13 રૂપિયા પ્રતિ લીટર ટેક્સ લગાવ્યો છે, સરકારને વાર્ષિક 67,425 કરોડ મળશે. પેટ્રોલમાં 10% ઇથેનોલ ભેળવવાથી ભારતને લગભગ 41,000 કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ બચાવવામાં મદદ મળી છે. આ પગલું એવા સમયે મહત્ત્વપૂર્ણ છે જ્યારે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને છે અને ભારત રૂપિયાના અવમૂલ્યનનો સામનો કરી રહ્યું છે. આ મુશ્કેલ સમયમાં સરકાર માટે તિજોરીમાંથી વિદેશી હૂંડિયામણને બહાર આવતું અટકાવવું પણ એક મોટો પડકાર છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code