કિચન ટિપ્સઃ- ઝટપટ રિંગણનું શાક બનાવું છે તો જોઈલો આ લસણીયા રવૈયા બનાવાની રીત
રિંગણના રવૈયા બનાવવા માટે આમ તો ઘણી બધી સામગ્રીની જરુર પડે છે.પણ આજે માત્ર 4 5 સામગ્રી માં રવૈયા બને તેવી રેસિપી જોઈશું, જે સલણીયા રવૈયા તરીકે ઓળખાય છે.ખાવામાં ખૂબજ ટેસ્ટી હોય છે અને બનાવાની રીત પણ ઈઝી હોય છે.
સામગ્રી
- 8 નંગ – નાના નાન રિંગણ
- 15 થી 20 નંગ – લસણની કળી
- 3 ચમચી – લાલ મરચું
- સ્વાદ પ્રમાણે -મીઠું
- જરુર પ્રમાણે – હળદર
- 2 ચમચી – જીરું
- 4 ચમચી – લીલા ધણા
- 4 ચમચી – તેલ
સૌ પ્રથમ રિંગણના ડિચા તોડીને તેમાં 4 કટ પાડીલો જેમાં આપણે મસાલો ભરી શકીએ
ત્યાર બાદ હવે એક ખાંડણી લો તેમાં લસણ. લીલા ધણા, જીરુ મીઠું અને લાલ મરચું આખુ પાક્કુ વાટીલો.
હવે આ વાટેલા મસાલામાં જ તેલ પણ એડ કરીને બરાબર ચટણી મિક્સ કરી લો
હવે આ ટમઈ રિંગણમાં પાડેલા ચીરામાં બરાબર ભરીલો,
હવે એક કુકર લો તેમાં આ રીંગણ ગોઠવીલો અને ગેસની ફઅલેમ સ્લો કરીને 5 મિનિટ સુધી બરાબર રિગણને સાંતળીલો
હવે અડધો ગ્લાસ પાણી નાખઈને રિંગણમાં 2 થી 3 સિટી વગાડીલો
તૈયાર છે તમારા લસણીયા રવૈયા ખાવામાં ખીચડી અને રોટલી બન્ને સાથે સ્વાદિષ્ટ લાગશે.
tags:
kithen tips